અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા જીલ્લા પ્રભારી રામભાઈ ગઢવીનું અભિવાદન કરાયું

 

અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા મોરબી જીલ્લા ભાજપ પ્રભારી રામભાઈ ગઢવી (કચ્છ) નું અભિવાદન કરવામાં આવ્યું હતું

ચારણ સમાજનુ ગૌરવ યુવા એડવોકેટરામભાઈ ગઢવી (કચ્છ) ની મોરબી જીલ્લા ભાજપના પ્રભારી તરીકે નિમણુંક થતા આજે તેઓ મોરબી જીલ્લાના પ્રવાસે આવ્યા હતા. જે અંતગૅત ખાસ સમય ફાળવી મોરબી ચારણ ગઢવી સમાજના સંગઠન ABCGMY મોરબી જીલ્લા કાર્યાલયની તેઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી

આ તકે ABCGMY મોરબી પરીવાર દ્વારા રામભાઈ ગઢવીનુ ઉષ્માભર્યું સ્વાગત કરતા મોરબી ABCGMYના માગૅદશૅક અને રાજકીય આગેવાન પ્રભાતદાન મિશણ, મોરબી તાલુકા અધ્યક્ષ અને ઉધોગપતિ દિનેશભા ગુઢડા, મોરબી જીલ્લા અધ્યક્ષ ડૉ. કિશોરદાન ગઢવી, મિડિયા પ્રભારી મેહુલભા ગઢવી, આઇ.ટી. પ્રભારી વિજયભા રતન, ક્ષત્રિય આગેવાન જયદિપસિંહ ઝાલા, યુવરાજ ગઢવી સહિતના અગ્રણીઓએ રામભાઈ ગઢવીનુ ABCGMY મોરબી વતી શાલ અને પુષ્પગુચ્છ અપણૅ કરી સન્માન કર્યું હતું અને તેઓ રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી

 

 

Comments
Loading...
WhatsApp chat