મોરબી જિલ્લાનાં રાજકિયપક્ષોના પદાધિકારીઓ સાથે જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક યોજી

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૧૭ ની થયેલ જાહેરાત બાદ મોરબી જિલ્લાની ૬૫ મોરબી, ૬૬ ટંકારા અને ૬૭ વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી આદર્શ આચાર સંહિતા લાગુ પડી ગઈ છે. આ આદર્શ આચાર સંહિતા રાજકિય પક્ષોને પણ લાગુ પડે છે. તેની જાણકારી આપવા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી જિલ્લા કલેકટરશ્રી આઈ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આઈ.કે.પટેલે પ્રથમ તબકકામાં યોજાનાર જિલ્લાની ત્રણ બેઠકોની વિસ્તૃત વિગતોની જાણકારી આપી વિવિધ પક્ષોના ઉપસ્થિત હોદેદારોને તેઓના પક્ષનાઉમેદવારના પ્રચાર પ્રસાર માટે વિવિધ માધ્યમો દ્વારા અપાતી જાહેરાતો પ્રસારિત કરવા કે હોર્ડિગ બોર્ડ પ્રસિધ્ધ કરવા માટે આગોતરી ચૂંટણી પંચની મંજુરી લેવાની હોય છે. જેની વિસ્તૃત જાણકારી આપી તેના માટેની ખર્ચ મર્યાદા તથા અન્ય રાખવાની થતી તકેદારી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ચૂંટણી ખર્ચના ઓબઝર્વર શ્રી એસ.એમ.ખટાણા નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી તેમજ વિવિધ પક્ષના અગ્રણીઓશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat