મોરબીમાં બ્રિજેશ મેરજા “ગદાર” હોવાના પોસ્ટરથી રાજકીય ગરમાવો

જીલ્લા કોંગ્રેસે પત્રકાર પરિષદમાં કૃત્યને વખોડ્યું

વિધાનસભા ચુંટણીને હજુ ભલે બે મહિનાનો સમય બાકી હોય પરંતુ ચુંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. રાજકીય પક્ષોએ સોશ્યલ મીડિયા ઉપરાંત પોસ્ટર વોર પણ શરુ કરી દીધા છે જેમાં આજે મોરબી શહેરના નવા બસ સ્ટેન્ડ અને સામાકાંઠા વિસ્તારમાં પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અને જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજા “ગદાર” છે તેવા પોસ્ટરો લગાવવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાઈ જવા પામ્યું છે. બ્રિજેશ મેરજાની તસ્વીર સાથે ગદાર હોવાનું બેનર લગાવનારનું કોઈ નામ આપવામાં આવ્યું નથી જોકે એક મોબાઈલ નંબર લખાયો છે જેની આગળ અડીખમ સમાજનો વિરોધ એવું લખવામાં આવ્યું છે તો આ પોસ્ટર અંગે જીલ્લા કોંગ્રેસે પ્રતિક્રિયા આપવામાં જરાપણ વિલંબ કર્યો ના હતો. જીલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ કગથરા, જીલ્લાના પ્રભારી બાલેન્દ્ર વાઘેલા અને કોંગ્રેસ અગ્રણી બ્રિજેશભાઈ મેરજાએ પત્રકાર પરિષદને સંબોધન કરીને આ ઘટનાને વખોડી કાઢી છે. જાહેર જીવનમાં એક દસકાથી સ્વચ્છ પ્રતિભા ધરાવતા બ્રિજેશભાઈ મેરજા પર આવા આરોપ લગાવવા અંગે કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી આવી ઘટનાને હલકી કક્ષાની ગણાવી હતી. તો ભાજપનું નામ લીધા વિના જ તેના પર પ્રહારો કર્યા હતા અને આવા હીન કૃત્યના શાસકપક્ષનો હાથ હોઈ સકે તેવા સંકેતો આપ્યા હતા તો જીલ્લા કોંગ્રેસ પ્રભારીની આગેવાની અને રાહબરી હેઠળ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat