Billboard ad 1150*250

જિલ્લા બાળસુરક્ષા એકમ મોરબી દ્વારા બાળ અધિકાર અને બાળ કાયદાઓ અંગે વાંકાનેર ખાતે તાલીમ યોજાઈ

0 51
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી દ્વારા આજે વાંકાનેર તાલુકા આરોગ્ય કચેરી ખાતે તાલીમ યોજવામાં આવી હતી. વાંકાનેર તાલુકાનાMPIIS, FILLS,  MPIIW,  FHW, TIIV,  કાર્યકરોની એક દિવસીય તાલીમ યોજવામાં આવી હતી,  જેમાં સંકલિત બાળ સુરક્ષા યોજના પ્રચાર-પ્રસાર અને ગ્રામ્ય કક્ષાના છેવાડાના વ્યક્તિ સુધી સરકારની બાળકો અને દિવ્યાંગોને લગતી યોજનાઓનો લાભ મળી રહે તે હેતુસર આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સંકલિત બાળ સુરક્ષા યોજના, જે. જે.એકટ 2015,  બાળ અધિકારી, સ્પોન્સરશિપ યોજના,  આફ્ટર કેર યોજના,  પોસ્ટ કેર યોજના,  બાળ મજૂરી,  સમાજ સુરક્ષા વિભાગની યોજનાઓ,  બાળકોના કાયદાઓ,  ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિના કાર્ય અને રૂપરેખા વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.એફ. પીપલીયા,  અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બાવરવા,  જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડોક્ટર વિપુલ શેરશિયા,  તાલુકાના આરોગ્ય અધિકારી ડો. આરીફ શેરસીયા, આરોગ્ય કાર્યકરો મહિલા અને પુરુષ, આરોગ્ય શાખાના સુપરવાઇઝરો અને બાળ સુરક્ષા એકમ મોરબીના સમીરભાઈ લધડ, રંજનબેન  મકવાણા અને હિમાંશુભાઈ જાની હાજર રહ્યા હતા અને યોજનાકીય કીટ વિતરણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે મોટી સંખ્યામાં હેલ્થ વર્કરો આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat