મોરબી-નવલખી રેલ્વે ફાટક પર ઓવરબ્રીજ બનાવવા મુખ્યમંત્રીને જીલ્લા ભાજપ પ્રમુખની રજૂઆત

મોરબી શહેર વિસ્તાર ખાતેના મોરબી – નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસેના રેલ્વે ફાટક નં: 34-સી પર રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવા જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. રેલ્વે ફાટક પાસે જ સ્કૂલો આવેલ હોય સવાર-બપોર-સાંજ સતત સ્કૂલ વિદ્યાર્થીઓનો, સ્કૂલ વાહનોનો તથા ભારે વાહનોની અવર-જવરનો ટ્રાફિક સતત રહેતો હોય. ટ્રાફિક સમસ્યા નિવારવા અને અકસ્માતો ઘટાડવા વહેલી તકે આ રેલ્વે ફાટક નં: 34-સી પર રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની તાકીદે જરૂરી છે. તદોપરાંત મોરબી શહેર માંથી નવલખી પોર્ટ તરફ જવા તેમજ કચ્છ બાયપાસ તરફ જવાનો આ મુખ્ય રસ્તો હોય સતત રહેતી ટ્રાફિક સમસ્યા નિવારવા વહેલી તકે આ રેલ્વે ફાટક નં: 34-સી પર રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની જરૂર છે.

નવલખી તરફથી તથા કચ્છ તરફથી દહીંસરા જંકશન થઈને આવતી માલ ગાડીઓ (માલવાહક ટ્રેનો) અહીંથી સતત પસાર થતી હોય. દિવસ દરમિયાન વારંમવાર ફાટક બંધ કરવી પડતી હોય, આખો દિવસ રેલ્વે ફાટક પાસે લાંબી ટ્રાફિકની લાઈનો રહે છે. જેના કારણે વિદ્યાથીઓ અને આ ફાટક થી પસાર થઈ રહેલા શહેરીજનો વાહનોના ઘોંઘાટમાં અને કાર્બન ડાયોક્સાઈડ યુક્ત પ્રદૂષણ ભરેલા સ્વાસ્થ્યને હાનિકારક ધૂમાળા વાળા ટ્રાફિકમાં ઊભા રહેવા મજબૂર બને છે. તો વહેલી તકે આ મોરબી – નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસેના રેલ્વે ફાટક નં: 34 – સી પર રેલ્વે ઓવરબ્રીજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાવવા કાર્યવાહી હાથ ધરવા જિલ્લા ભાજપ અધ્યક્ષ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત સાથે અંગત ભલામણ કરવામાં આવેલ હોવાનું મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પ્રભારી વિજયભાઇ લોખીલની યાદીમાં જણાવામાં આવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat