Billboard ad 1150*250

મોરબીના મુખ્ય માર્ગો આરસીસી રોડ બનાવવા જીલ્લા ભાજપ પ્રમુખની માંગ

0 132
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું

        મોરબી શહેરના મુખ્યમાર્ગો અને સતત ટ્રાફિકથી ધમધમતા માર્ગો આરસીસી બનાવવા જરૂરી હોય અને આ રોડ ડામર રોડ બનાવવાથી લાંબા ટકી સકતા નથી જેથી આ અંગે ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને લેખિત આવેદન પાઠવ્યું છે

        મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાએ ચીફ ઓફિસરને પાઠવેલા લેખિત આવેદનમાં જણાવ્યું છે કે રવાપર મેઈન રોડ રવાપરની હદથી ગાંધીચોક સુધી, શક્તિ પ્લોટ મેઈન રોડ, સુપર સિનેમાથી આસ્વાદ પાન વનવે રોડ અને રવાપર રોડથી શનાળા રોડને જોડતો મોરબી નાગરિક બેંક વાળો રોડ આ ચાર રોડ તાત્કાલિક બનાવવા જરૂરી હોય અને ચારેય રોડ ફરજીયાત આરસીસી રોડ બનાવવા જરૂરી છે જો આ રોડ ડામરના બનાવવામાં આવે તો પ્રજાના પૈસાનો દુર્વ્યય થશે કેમકે ડામર રોડ બનાવ્યા પછી ચાર મહિનાની અંદર જ તૂટી જતો હોય છે આ ચારેય રોડ પર આખો દિવસ ટૂ વ્હીલર, ફોર વ્હીલર ટ્રાફિક રહેતો હોય છે જેથી ચારેય રોડ સીસી રોડ બનાવવા જરૂરી છે તેમજ મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતા રોડ ડામરના બદલે સીસી રોડ બનાવવા જોઈએ જેથી સારી ક્વોલીટીના બને અને તેનું મોનીટરીંગ પણ જરૂરી છે જેથી આ અંગે યોગ્ય કરવાની માંગ કરી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat