


મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારાએ જન્મદિવસની ઉજવણી વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે કરી હતી. જેમાં રઘુભાઈએ વિકાસ વિદ્યાલયની બાળાઓને ભાવપૂર્વક ભોજન કરાવ્યુ હતું.
જિલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારાએ પોતાના જન્મદિવસની ઉજવણી વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે કરી હતી. વિકાસ વિદ્યાલયની બાળાઓને જન્મદિવસ નિમિતે ભાવપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપની ટીમ હાજર રહી હતી. સાથે પ્રભુભાઈ ભૂત અને બીપીનભાઇ વ્યાસ સહિતના ભાજપ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

