



તુલસીએ દરેક ઘરના આંગણાંમાં હોય અને તેનું પૂજન અનાદી કાળથી કારમાં આવે છે. અને ખાસ કરીને તુલસી વિવાહના દિવસે પૂજન કરવામાં આવે છે મોરબીમાં મયુર નેચર કલબ,ઇન્ડિયન લાયન્સ કલબ અને મોરબી- ટંકારા વન વિભાગ જેવી અને સંસ્થા દ્વારા તુલસીના રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં મોરબીવાસીઓ તુલસીના રોપા લેવા માટે ઉમટી પડ્યા હતા.તુલસી વિવાહ પહેલા દરેક ઘરમાં તુલસીનું સ્થાપન થાય અને તેનાથી દરેક ઘર સ્વસ્થ બને તેવ ઉતમ હેતુથી રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ પર્યાવરણ બચાવવા માટે પણ લોકોને સંદેશ આપ્યો હતો.



