Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં સંસ્થાઓ દ્વારા તુલસીના રોપાનું વિતરણ, લોકોનો ભારે ઘસારો

મોરબીની પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા આજે તુલસીના રોપા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અતિ ઉપયોગી તુલસીના રોપા મેળવવા માટે નાગરિકોનો ઘસારો રહ્યો હતો અને દોઢ કલાકના સમયમાં 1000 તુલસીના રોપાનું વિતરણ કરી દેવાયું હતું

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે જે ઋતુ વૃક્ષારોપણ માટેની ઉત્તમ ઋતુ હોય જેથી પર્યાવરણ પ્રેમી સંસ્થા મયુર નેચર ચેરીટેબલ ટ્રસ્ટ, સામાજિક વનીકરણ વનવિભાગ ટંકારા, ઇન્ડિયન લાયન્સ ક્લ્બ મોરબી સહિતની સંસ્થાઓ દ્વારા આજે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અતિ ઉપયોગી એવા તુલસીના રોપા મેળવવા નાગિરકોનો પણ ઘસારો રહ્યો હતો

ઔષધીય ગુણોથી સંપન્ન એવા તુલસીના રોપાનું પર્યાવરણ પ્રેમી સંસ્થાઓએ વિનામૂલ્યે વિતરણ કર્યું હતું અને માત્ર દોઢ કલાકના સમયગાળામાં 1000 રોપાનું વિના મુલ્યે વિતરણ કરીને વૃક્ષારોપણ પ્રવૃત્તિને વેગ આપ્યો છે તેમજ પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો છે

Comments
Loading...
WhatsApp chat