Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને પ્રશ્નપત્રોના સેટનું વિતરણ

મોરબી શહેરની શ્રીમતિ મણીબેન પ્રભાશંકર શેઠ ગર્લ્સ હાઇસ્કુલમાં અભ્યાસ કરતી બધી જ વિદ્યાર્થીનીઓને ધોરણ ૧૦ SSC ૨૦૧૯ની બોર્ડની પરીક્ષા માટે છ વિષયના અતિ મહત્વવના પ-૫ પ્રશ્ર્નપત્રોનો સેટ પાર્ટ – એ ઉતર સાથે “૩૦” પ્રેક્ટીસ મોડેલ ૧૨૦ પાનાનો પેપર સેટ વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યો.

ધોરણ ૧૦ અને ૧૨ ની માર્ચ ૨૦૧૯ની પરીક્ષા હવે ૭મી માર્ચે શરૂ થનાર છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક બોર્ડના પરિરૂપ મુજબ પાર્ટ એ તથા પાર્ટ બી ની સંપુર્ણ તૈયારી માટે ધોરણ ૧૦ SSC ૨૦૧૯ની બોર્ડની પરીક્ષા માટે છ વિષયના અતિ મહત્વવના પ-૫ પ્રશ્ર્નપત્રોનો સેટ પાર્ટ – એ ઉતર સાથે “૩૦” પ્રેક્ટીસ મોડેલ પેપર સેટ શાંતિ એકેડમીના મહાદેવભાઇ ડાભીએ મહેનત કરીને વિદ્યાર્થીઓને સરળતા માટે તૈયાર કરેલ આ સેટને વિના મુલ્યો વિતરણ કરી શકાય તે માટે ચાર દાતાઓ સહયોગ આપેલ

૧.શાંતિ એકેડમી વસંત પ્લોટ
મહાદેવ સાહેબ ડાભી – વસંત પ્લોટ

૨.અમૃતમ હોસ્પિટલ – ડો. હિતેષ કંઝારીયા એમ.ડી.(મેડીસીન) / ડો. યોગીષા કંઝારીયા (એમ.પી.ટી.(ન્યુરો))
સાવસર પ્લોટ

૩.ભારતી જનરલ સ્ટોર –
નહેરુ ગેઇટ અંદર મેઇન બઝાર

૪.રૂષિ એન્ટરપ્રાઇઝ –
જીઆઇડીસી સનાળા રોડ

જે તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરીને આચાર્ય ઉષાબેન જાદવ તેમજ સૌ શિક્ષકગણ દ્વારા ચાલુ પરીક્ષાએ પણ મોડેલ પેપર વિતરણ કરી શકાય તેવી વ્યવસ્થા કરી અને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો

Comments
Loading...
WhatsApp chat