Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં રવિવારે રાહતદરે પૂઠાના ચકલીઘર, આયુર્વેદિક ચીજવસ્તુઓનું વિતરણ

નવરંગ નેચર ક્લ્બ રાજકોટ અને મયુર નેચર ક્લબ મોરબીના સંયુક્ત ઉપક્રમે તા. 12 ને રવિવારના રોજ સવારે 9 થી બપોરે 1 દરમિયાન ડો ભાડેશીયાના દવાખાના સામે શનાળા રોડ મોરબી ખાતે રાહતદરે દેશી કુળના રોપાનું રાહત દરથી વિતરણ કરવામાં આવશે

નવરંગ નેચર કબલ રાજકોટ અને મયુર નેચર ક્લબ મોરબી દ્વારા રવિવારે રાહતદરે દેશી રોપાનું વિતરણ કરવામાં આવશે જેમા પૂઠાના ચકલીઘર, પ્લાસ્ટિકના પોર્ટેબલ ચબુતરા, રાહત દરથી લીંબડા સાબુ, મીઠા આંબળા કેન્ડી, વિવિધ જાતના ફૂલછોડનું રાહતદરે વિતરણ, કઠોળ ફણગાવવાના ડબ્બા તેમજ હરડે પાવડર સહિતની ઉપયોગી ચીજવસ્તુઓનું રાહતદરે વિતરણ કરવામાં આવશે તેમ સંસ્થાની યાદીમાં જણાવ્યું છે.

Comments
Loading...
WhatsApp chat