


મોરબી સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા સમસ્ત જૈન સમાજના અભ્યાસ કરતા ધોરણ ૩ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે કુલ્સ્કેપ ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું
સ્થાનકવાસી જૈન યુવક મંડળ મોરબી દ્વારા ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું મંડળની મુખ્ય પ્રવૃત્તિ જેમાં જૈનના દરેક સંપ્રદાયના સાધુ સાધ્વી ભગવંતો જે મોરબીથી ૩૦ કિમી સુધીમાં એરિયામાં વિહાર કરતી વેળા તેમણે જોઈતી વસ્તુઓ ખાસ કરીને ગોચરી, મેડીસીન તથા ટ્રાયસિકલની જરૂરીયાત મંડળ પૂરી પાડે છે તથા દર વર્ષે શિયાળાની સીઝનમાં શુદ્ધ ઘીના ડ્રાયફ્રુટ અળદિયા બનાવી નહિ નફો નહિ નુકશાનના ધોરણે વિતરણ કરવામાં આવે છે
આ સમગ્ર પ્રવૃત્તિ મંડળ પ્રમુખ મનોજભાઈ દેસાઈ, ઉપપ્રમુખ જયભાઈ મહેતા, કારોબારી સભ્યો રાજુભાઈ ગાંધી, વિપુલભાઈ દોશી, અનિલભાઈ દોશી, અશોકભાઈ મહેતા, જીતેન્દ્રભાઈ સંઘવી, કિશોરભાઈ મહેતા, જીતુભાઈ દફતરી, સુનીલભાઈ ખોખાણી સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે તેમજ દર વર્ષે પર્યુષણ બાદ ભવ્યાતિભવ્ય સંઘ જમણનું આયોજન કરવામાં આવે છે.

