


મોરબીમાં ચકલી બચાવો ઝુંબેશ અંતર્ગત લકી ગ્રુપ મોરબી દ્વારા દર વર્ષે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે વિશ્વ ચકલી દિવસ નિમિતે વિનામૂલ્યે ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે
લકી ગ્રુપ મોરબી દ્વારા તા. ૨૦ માર્ચને સોમવારે વિશ્વ ચકલી દિવસ નિમિતે મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠે મોરબી ખાતે સવારે ૯ થી ૧૨ કલાક સુધી વિનામૂલ્યે ચકલીના માળાનું અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે
તેમજ બારેમાસ વિનામૂલ્યે ચકલીઘર મેળવવા માટે સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ગોપાલ સોસાયટી શાંતિ કોમ્પ્લેક્ષમાં આવેલ દ્રષ્ટિ ચશ્માં ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે વધુ માહિતી માટે મોહિત ઘોડાસરાનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે

