


મોરબીવાસીઓ દ્વારા નવા નવા પ્રયાસો કરીને વિધાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી કરીને દરેક વિધાર્થી પોતાની મહેનતનું યથાર્ક ફળ મેલવાને શાળા તથા માતા-પિતાનું નામ રોશન કરે તેથી વિવિધ સંસ્થાઓ દ્વારા પુસ્તક સહિત શૈક્ષણિક કીટનું વિતરણ કરીને વિધાર્થીઓને પ્રોત્સાહના આપવામાં આવે છે.જેમાં મોરબીના લીલાપર ગામે આવેલ લીલાપર પ્રાથમિક શાળામાં માતૃવંદના ટ્રસ્ટ દ્વારા શાળામાં અભ્યાસ કરતા ૮૮ જેટલા બાળકોને પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું.