Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરમાં નેચર કલબ દ્વારા આવતીકાલે પક્ષી ઉપયોગી વસ્તુઓનું રાહતદરે વિતરણ

વાંકાનેરમાં નેચર કલબ દ્વારા આગામી ૨૦ અને ૨૧ માર્ચે પ્રકૃતિ, પર્યાવરણ તથા પક્ષીઓની સુવિધા માટે ચકલીના માળા કાપડની થેલી સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે .

આગામી ૨૦ માર્ચે વિશ્ર્વ ચકલી દિન અને ૨૧ માર્ચે વિશ્ર્વ વન દિન નિમિત્તે વાંકાનેરમાં નવરંગ નેચર કલબ દ્વારા પ્રકૃતિ સંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા અને પક્ષીઓની સુરક્ષા માટે વિવિધ વસ્તુઓનુ ખૂબજ રાહતદરે તા.૧૮ ને રવિવારેં રાજકોટ નાગરિક બેંક પાસે માર્કેટ ચોક વાંકાનેર ખાતે સવારના ૧૦ થી ૧ વાગ્યા દરમિયાન વિતરણ કરવામાં આવશે.જેમાં ચકલીના માળા, ચબૂતરા, પાણીના પરબ, ફીંડલા સરબત, કાપડની થેલી જેવી અનેક વસ્તુ પક્ષી અને પપર્યાવરણ પ્રેમીઓને મળી શકશે.

‎ પર્યાવરણની સુરક્ષા માટે આ આયોજનમાં વી. ડી. બાલા, ધૃવગિરીભાઇ ગોસ્વામી, ભૂપતભાઇ છૈયા, પિયુષભાઈ ગોસ્વામી અને ધવલભાઈ કરથીયા જહેમત ઉઠાવી રહ્યા છે. વાંકાનેર તેમજ આસપાસના ગામોના લોકોએ લાભ લેવા નેચર કલબ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat