Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જલારામ પ્રાર્થના મંદિરે આવતીકાલથી સર્વજ્ઞાતિ માટે રાહતદરે અડદિયા વિતરણ

મોસમ મા બદલાવ આવી રહ્યો છે, શિયાળાના આગમનના એંધાણ વર્તાય રહ્યા છે, ફૂલગુલાબી ઠંડીનુ આગમન થઈ રહ્યુ છે ત્યારે પ્રતિવર્ષ ની જેમ આં વર્ષે પણ વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા શુધ્ધ ચોખ્ખા (અમૂલ ઘી) ના સૂકામેવા થી ભરપૂર અડદીયા નુ વિતરણ તા.૧૮-૧૧-૨૦૧૮ રવિવારથી શરૂ કરવામા આવશે. અડદીયા મેળવવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. દરરોજ તાજા સ્ટોકમાંથી ઉપલબ્ધ રહેશે. સમગ્ર શિયાળા દરમિયાન અડદીયા ઉપલબ્ધ રહેશે તેમ શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટના હરીશભાઈ રાજાએ જણાવ્યુ છે. અડદીયા મેળવવા સર્વજ્ઞાતિય ભક્તજનોએ શ્રી જલારામ પ્રાર્થના મંદીર, અયોધ્યાપુરી રોડ ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat