નવયુગ વિદ્યાલય ખાતે રાહતદરે આયુર્વેદિક ચીજવસ્તુનું વિતરણ

મયુર નેચર ક્લબ મોરબી અને નવરંગ નેચર ક્લબ રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. ૦૧ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧ કલાકે નવયુગ વિદ્યાલય, શનાળા રોડ મોરબી ખાતે રાહતદરે આયુર્વેદિક ચીજવસ્તુનું વિતરણ કરવામાં આવશે જેમાં કાળા તલની સાની, ફૂલછોડ, વિવિધ જાતના દેશી પીણાના પાવડર, મધ, ગાય આધારિત અગરબતી વગેરે રાહતદરે વિતરણ કરાશે. સંસ્થાઓ દ્વારા યોજાનાર રાહતદરે વિતરણ કેમ્પનો નાગરિકોએ લાભ લેવા નવયુગ વિદ્યાલયના પ્રમુખ પી.ડી.કાંજીયાએ અનુરોધ કર્યો છે.

Comments
Loading...
WhatsApp chat