


મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે આજે રાજ્ય સરકાર દ્વારા જીલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય સરકારના મંત્રી જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ કલ્યાણ મેળામાં પાંચ તાલુકાના ૨૩૦૧ લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાના સહાય ચેકના વિતરણ કરવામાં આવ્યા હતા તે ઉપરાંત જીલ્લામાં ૧૬ પેટા આરોગ્ય કેન્દ્રને મંજુરી આપવામાં આવી છે જે અંતર્ગત આજે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય પંથકના એક પેટા આરોગ્ય કેન્દ્રનંં પણ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. તો આજે ગરીબ કલ્યાણ મેળામાં મંત્રી જયંતીભાઈ કવાડિયાના પ્રવર્ચન વેળાએ એક શખ્શ સ્ટેજ પર ચડી આવ્યો હતો જેને પગલે પોલીસ તંત્રમાં દોડધામ થઈ હતી અને તે વ્યક્તિને સ્ટેજ પરથી નીચે લઇ જવામાં આવ્યો હતો. સ્ટેજ પર ચડનાર વ્યક્તિને કશુક કહેવાની ઈચ્છા હોય પરંતુ તેને એવો મોકો આપવામાં આવ્યો ના હતો અને પોલીસે તેને પકડીને નીચે લઇ ગયા હતા.

