



મોરબી શહેરમાં ગટર ઉભરાવવાનો શીલ-શિલો હજુ સુધી ચાલુ રહ્યો છે લોકોની વારંવાર રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.હિંદુ ધર્મનો પ્રવિત્ર તહેવાર નવરાત્રી અને મુસ્લિમ ધર્મમાં મહોરમ મહિનો ચાલી રહ્યો છે ત્યારે મોરબીના નહેરુ ગેટ નજીક આવેલ જમાદાર શેરીમાં આવેલ મેમણ કોલોનીમાં ગટરના પાણી ચારેકોર ફરી વર્યા છે તેમજ ત્યાં રહેતા રહીસોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

