

મોરબી પંથકમાં વિકાસ પામેલા સિરામિક, પેપરમિલ સહિતના ઉદ્યોગો સાથે પ્રદુષણનો પ્રશ્ન ફેલાઈ રહ્યો છે અને બેજવાબદાર ઉદ્યોગપતિઓ જોખમી વેસ્ટના ગમે ત્યાં નિકાલ કરતા હોવાથી પ્રદુષણની સમસ્યા વકરી છે જેમાં નવાગામ નજીક પેપરમિલ વેસ્ટ નાખી કોઈ આગ લગાવી દેતો હોય જેથી પ્રદુષણ ફેલાઈ રહ્યું છે
મોરબીના નવાગામ(મચ્છુ ડેમ) ના પાછળના ભાગમાં પેપરમિલનો વેસ્ટ કચરો ઠાલવવામાં આવતો હોય છેલ્લા બે દિવસથી રાત્રીના વેસ્ટ નાખીને તેમાં આગ લગાવી દેવામાં આવે છે જેનાથી થતા ધુમાડાને પગલે ગામના લોકો શ્વાસ પણ લઇ સકતા નથી અને છેલ્લી બે રાત્રીથી આવી ઘટના બનતી હોય જેથી આગ બુઝાવવા માટે ફાયરની ટીમની મદદ લેવામાં આવી રહી છે જોકે આવું હીન કૃત્ય કોણ કરી રહ્યું છે તે ગ્રામજનો જાણી શક્યા નથી પરંતુ ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાથી રોષ ફેલાયો છે
રાત્રીના વેસ્ટમાં લગાડાતી આગથી ઝેરી ધુમાડો થાતો હોય જેથી લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને ફાયરની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી મોરબીમાં કાર્યરત છે જે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે અને પ્રદુષણ રોકવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે