


મોરબી જીલ્લામાં નહીવત કહી સકાય તેટલો જ વરસાદ વરસ્યો હોય જેથી માલધારીઓને ઢોર માટે ઘાસચારો મળતો ના હોય અને તંત્રને રજૂઆત છતાં કોઈ ઉકેલ નહિ આવતા આજે માલઢોર સાથે માલધારીઓ મામલતદાર કચેરી પહોંચ્યા હતા
હળવદ તાલુકાના ખેડૂતો અને માલધારીઓ ચોમાસું ખેંચતા મુશ્કેલીમાં મુકાયા છે વરસાદ ના થવાને કારણે પશુઓ માટે ઘાસચારો મળતો ના હોય જેથી માલઢોરને ખોરાકને અભાવે મુશ્કેલી પડી રહી છે અને ઢોરનો નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે જેથી ઘાસચારો રાહત દરે આપવાની માંગ સાથે આજે માલધારીઓ મામલતદાર કચેરીએ માલઢોર સાથે પહોંચ્યા હતા અને મામલતદારને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી