મોરબીના સિરામિક ઉદ્યોગના પ્રશ્નોની રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા

મોરબીના સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અંગે સરકારને કરેલી રજૂઆતને પગલે આજે ઉચ્ચ અધિકારીઓ સાથે સિરામિક એસોના હોદેદારોની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી જે.એન.સિંધ, પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી એમ.કે.દાસ, મુખ્યમંત્રી પ્રિન્સિપલ ચીફ સેક્રેટરી બેનીવાલ, ઉધોગ કમીશ્નર મમતા વર્મા, પ્રીન્સીપલ સેક્રેટેરી ટુરીઝમ એસ.જે .હૈદર ની સાથે મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખો તેમજ હોદ્દેદારોની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી

સિરામિક ઉદ્યોગના પ્રશ્ન જેવા કે સિરામિક ઝોનમાં રોડના કામો ઝડપથી પૂર્ણ કરવા, નર્મદા કેનાલનું પાણી મજુરોને પીવા માટે આપવું, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલમાં સિરામિક ઉદ્યોગ માટે અલગ કાઉન્સિલની રચના કરવી, ટ્રાન્સપોર્ટનગરની સુવિધા આપવી તેમજ એક્સપોર્ટ ઇન્સેન્ટીવ ડ્રો બેકની ટકાવારીમાં વધારો કરવો સહિતની માંગણીઓ તેમજ મહત્વના ગેસના પ્રશ્ન મામલે ચર્ચા કરી હતી જેમાં ગેસ કંપની હાલ જે ત્રણ માસના કરાર કરે છે તે એક માસના કરાર થાય તેવી રજૂઆત કરી હતી.

મોરબી સિરામિક એસોના વિટ્રીફાઈડ ટાઈલ્સ એસો પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, વોલ ટાઈલ્સ એસો પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા, ફ્લોર ટાઈલ્સ એસો પ્રમુખ કિશોરભાઈ ભાલોડીયા અને સેનેટરી વેર એસો પ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ અન્ય હોદેદારો બેઠકમાં જોડાયા હતા

Comments
Loading...
WhatsApp chat