



ટંકારા તાલુકા ભાજપની મિટિંગ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાના અઘ્યક્ષ સ્થાને ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ નથુભાઇ કડીવાર ઉપપ્રમુખ મહેશભાઈ લિખિયા, રૂપસિહ ઝાલા મહામંત્રી કિરિટભાઇ અંદપરા, ભવાનભાઇ ભાગીયા સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહેલ
મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી હરેશભાઈ ઘોડાસરા, યુવા ભાજપ પ્રમુખ સંજયભાઈ ભાગીયા, નાગજીભાઈ બાવરવા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ સ્વાગત પ્રવચન મહામંત્રી ભવાનભાઇ ભાગીયા દ્વારા કરાયેલ નવેમ્બર માસમાં યોજાયેલ અખંડ ભારતનો શિલ્પ સરદાર પટેલ ની એકતા યાત્રાની માહિતી આપેલ પ્રમુખ સ્થાને રાઘવજીભાઇ ગડારાએ જણાવેલ કે કાયૅકૅતા ઓ પોતાની ફરજ બજવે છે તેના કારણે પાટી આગળ છે કારોબારી સભ્યો જવાબદારી સંભાળે છે પરંતુ કાયૅ તો કાર્યકર્તાઓ થકી જ થાય છે કાર્યકર્તાઓ જ સાચા અભિનંદનના હકદાર હોવાનું જણાવ્યું હતું
348 માં થી 165 બેઠક ખાટલા બેઠક પક્ષ દ્વારા યોજાયેલ તેમાં ટંકારા તાલુકા ના 30 ગામોમાં ખાટલા બેઠક યોજાયેલ ખાટલા બેઠક માં રજુ થયેલ પ્રશ્ર્નો ગાંઘી નગર ખાતે રજુ કરાયેલ છે પ્રમુખ નથુભાઇ કડીવાર દ્વારા આભાર વિઘિ કરાયેલ



