કોંગ્રેસમાં નારાજગી : વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવીદ પીરજાદા પક્ષથી નારાજ

રાજ્યમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને આગેવાનો જે કોંગ્રેસની નારાજ હોય જેના એક બાદ એક નામ બહાર આવી રહયા છે ત્યારે આ યાદીમાં વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવીદ પીરજાદાનું નામ ઉમેરાયું છે જે પક્ષથી નારાજ હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીન્યુઝ ટીમે કોંગ્રેસ પક્ષથી નારાજ ધારાસભ્ય મહમદ જાવીદ પીરજાદા સાથે કરેલી ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે પ્રદેશ કોંગ્રેસ નેતાઓ સ્થાનિક નેતાનો અવાજ સાંભળતા નથી અને એક બે નેતાની મરજી મુજબ બધું ચાલે છે જે બે ધારાસભ્ય પાલિકા હોય કે જીલ્લા પંચાયત પોતાની મનમાની ચલાવે છે

જયારે જીલ્લા પંચાયત સદસ્યોને કારણદર્શક નોટીસ અંગે જણાવ્યું હતું કે જે નેતા સાથે બહુમતી સભ્યોનો સાથ હોય તેણે પ્રમુખ પદ આપવાને બદલે જેની સાથે કોઈ ના હોય તેણે મેન્ડેટ આપ્યો તે સ્થાનિક આગેવાનો સાથે અન્યાય સમાન છે. અને જીલ્લા પંચાયતના બાગી સદસ્યો સાથે ધારાસભ્ય જોવા મળી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat