


કોંગ્રેસ પક્ષમાં જુથવાદ એ નવી વાત નથી અનેક પ્રસંગોએ કોંગ્રેસનો જુથવાદ ઉડીને આંખે વળગે છે તો તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનોની વરણી કરી દેવામાં આવી છે ત્યારે ફરીથી જુથવાદ જોવા મળી સકે છે અને પાટીદાર સમાજને મળતા વધારે પડતા માન બાદ ઈત્તર સમાજને અન્યાય કરવામાં આવ્યો હોવાની લાગણી જોવા મળી છે
પ્રદેશ કોંગ્રેસના હોદેદારોની વરણી બાદ પક્ષ સામે નારાજગી જોવા મળી રહી છે જેમાં સોશ્યલ મીડિયામાં સંદેશો વહેતા મુકવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં હોદેદારોમાં મોરબી જીલ્લામાંથી ફક્ત પાટીદાર સમાજમાંથી જ નિમણુક, શું મોરબી જીલ્લામાં કોંગ્રેસ પક્ષમાં ઈત્તર જ્ઞાતિમાંથી કોઈ સક્ષમ પ્રદેશ હોદા લાયક સીનીયર આગેવાન નથી ? હાલ મોરબી જીલ્લામાં મોટાભાગે ઉચ્ચ હોદા પર પતીદારમાંથી આવેલ અને પ્રદેશના હોદા પર પાટીદારો જ કેમ, કોંગ્રેસ પક્ષ સાથે ઈત્તર સમાજ પણ જોડાયેલો છે અને ૭૫ ટકા બક્ષીપંચ અને ઈત્તર સમાજ સામે ૨૫ ટકા સવર્ણ સમાજ છતાં મોટાભાગના હોદાની લ્હાણી પાટીદાર સમાજના આગેવાનો કરવામાં આવે છે
જેથી પક્ષના ઈત્તર સમાજના આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે અને આગામી સમયમાં બક્ષીપંચ આગેવાનો બેઠક કરશે અને પક્ષના અન્યાય સામે લડી લેવાની વિચારણા કરી રહ્યા છે તો લોકસભા ચુંટણી પૂર્વે થયેલી હોદાની લ્હાનીમાં નારાજગીના સુર ઉઠ્યા છે અને કોંગ્રેસ ફરી એકવાર જુથવાદની આગમાં હોમાઈ તો નવાઈ નહિ તેવા એંધાણ મળી રહ્યા છે