

મોરબીના ગ્રીન્ચોક વિસ્તારમાં આવેલ દફતરી શેરી,હીરાભુવન નજીક છેલ્લા ૪૦ વર્ષથી “જય અંબે ગરબી મંડળ”દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન થાય છે.તેમજ માતાજીની આરાધના સાથે કલાના કામણ પાથરતા આ ગરબી ખુબ લોકપ્રિય છે આ વિસ્તારના લોકો તો નવરાત્રી મધરાત્રીના ગરબી સંપન્ન થાય ત્યાં સુધી માતામય વાતાવરણનો ;લાભ ઉઠાવે છે અહી ગરબે ધુમતી નાનીબાળાઓને નિહાળવી એ એક લ્હાવો છે.
નવરાત્રીના સમાપન બાદ વર્ષોની પ્રણાલી મુજબ શરદપુનમના દિવસે બાળાઓ અને ભાવિકો માટે શરદોત્સવનું આયોજન કરવામાં આવે છે.નવરાત્રીની શરૂઆત પૂર્વથી શરદપૂનમ સુધી આ વિસ્તારના અગ્રણી યુવા કાર્યકરો હરદેવસિંહ ઝાલા,હસુભાઈ માજન,અમિતભાઈ,કૌશિકભાઈ પટેલ,વિમલભાઈ શાહ,નૈમિષ કોઠારી,હિતેશભાઈ સોની,ચંદ્રેશભાઈ શાહ,મલયભાઇ દફતરી,ભરતભાઈ મહેતા,પ્રફુલભાઈ મહેતા અને દિલીપભાઈ દોશી સહિતનાઓ જહેમત ઉઠાવે છે.