ટંકારાના વીરવાવ ગામના દિનેશભાઈ ખટાણાએ સીએની પરિક્ષા પાસ કરી

ટંકારા તાલુકાના ખોબા જેવા અંતરીયાળ વિરવાવ ગામ નો રબારી સમાજ નો દિકરો દિનેશભાઇ સીએ બન્યો ટંકારા તાજેતર માં સી.એ નું ૨૮.૫૩ ટકા પરિણામ જાહેર થયું છે. તેમાં ટંકારા તાલુકાના નાનકડા એવા પછાત ગામ માં થી રબારી સમાજ નો દિનેશભાઇ દેવરાજ ભાઇ ખટાણાએ સી.એ ની પરીક્ષા પાસ કરી ઝળહળતી સફળતા મેળવી છે.

વિરવાવ નાનકડું ગામ છે એસ ટી બસ ની પણ પુરતી સુવિધા નથી તેમાં દેવરાજભાઇ ગોવિંદભાઇ ખટાણાનો દિનેશભાઈ ત્રીજા નંબર નો પુત્ર છે જે સીએ બન્યો છે.આ તકે દેવરાજભાઈ ખટાણાએ મોરબી ન્યુઝ સાથે ખાસ વાત-ચિત દરમિયાન જણાવ્યું હતું કે મારો પુત્ર મનસુખ ખટાણા જે મેઘપર(ઝાલા) ગામે પ્રા.શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને બીજા નંબરનો પુત્ર બેન્ક ઓફ બરોડામાં સર્વિસ કરે છે.જયારે ત્રીજા નંબર નો પુત્ર દિનેશભાઇ સી.એ .ની પરીક્ષા પાસ કરી છે.

દેવરાજભાઇ ગોવિંદભાઇ ખટાણા એ ગાયો ચરાવી, પશુપાલન કરી ત્રણેય પુત્રો ને મુશ્કેલીઓ વેઠી ને ભણાવેલ છે.દુસ્કાળના સમયમાં આથિકૅ મુશ્કેલી વચ્ચે સંતાનો ને ભણાવીને મોટી સફળતા આપવી છે.દિનેશભાઈએ સીએની પરિક્ષા પાસ કરીને માલધારી સમાજ અને સમગ્ર ગામની નામ રોશન કર્યું છે. આ તકે ટંકારા તાલુકાના માલઘારી સમાજે દિનેશ ભાઇ ને અભિનંદન પાઠવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat