

મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલી સોસાયટીમાં અમુક ઈસમો દ્વારા કોમન પ્લોટમાં દબાણ કરવામાં આવ્યા હોય જે મામલે તંત્રને અનેક રજૂઆત છતાં કોઈ નિવેડો નહિ આવતા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે
મોરબીની ધર્મલાભ સોસાયટીના કોમન પ્લોટમાં પાંચ આસામીઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા હોય જેમાં પાકું બાંધકામ અને આરસીસી ફલોરિંગ તેમજ ફેન્સીંગ કરી અંગત વપરાશ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય જયારે બીજી તરફ સોસાયટીના બાળકોને રમવા માટે મેદાન નથી અને વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે
તે ઉપરાંત સોસાયટીમાં પ્રસંગો સમયે કે ધાર્મિક પ્રસંગો ઉજવવા માટેની જગ્યા છીનવાઈ ગઈ છે જે કોમન પ્લોટના દબાણો મામલે અનેક રજુઆતો કરી છે ત્યારે હવે નવરાત્રીનો તહેવાર આવે છે જેથી દબાણો તાત્કાલિક દુર કરવામાં આવે અન્યથા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે



