



મોરબીની એક્યુંટોપ સિરામિકમાં કામ કરતા શ્રમિકો માટે કારખાનાના સંચાલકે નિશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનો લાભ લીધો હતો જેમાં ૯૦ દર્દીઓને તપાસીને ત્રણ દિવસની દવા આપવામાં આવી હતી
અક્યુંટોપ સિરામિકના ચંદ્રકાંતભાઈ રૂગનાથભાઈ આદ્રોજા દ્વારા ફેકટરીમાં આયોજિત કેમ્પમાં ડો. હસ્તીબેન મહેતાએ દર્દીઓનું બ્લડ સુગર ટેસ્ટ અને બીપી ચેક કર્યું હતું કેમ્પમાં કૌશિકાબેન રાવલે દરેક દર્દીનું વજન કરી કેસ કાઢી આપ્યા હતા તો રશ્મીન દેસાઈ દ્વારા દર્દીઓને દવાનું વિતરણ કરાયું હતું કેમ્પને સફળ બનાવવા દીપાબેન ચંદ્રકાન્તભાઈ અને ચંદ્રકાંતભાઈ આદ્રોજા અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી

