માળીયાના ધાટીલામાં ખેડૂતોના સીમનો રસ્તો બંધ કરતા કોને આપ્યું આવેદન

જુના ઘાંટીલા ગામના રસ્તા મામલે આજે ખેડૂતોએ જીલ્લા કલેકટર કચેરી પહોંચીને રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે જે રસ્તાનો કેસ નાયબ કલેકટર દ્વારા નવા મામલતદાર રબારી દ્વારા ફરીથી સાક્ષી પુરાવાથી કેસ ચલાવ્યો હતો જે રિમાન્ડ કેસનું ફરી અમારા તરફી જજમેન્ટ આવ્યું હતું અને કાયદાથી મળેલા રસ્તો સરખો કરી ચાલતા હતા જે સર્વે નં ૧૭૭૫ માં રસ્તાના માલિક સ્ત્રી જાતિના હોય જે ખેડૂતોને ભૂંડા બોલી ગાળો આપે છે. ગત તા. ૦૯ ના રોજ  ભગવતીબેન કાન્તિલાલ, જીગર કાન્તિલાલ અને રતિલાલ હરજીવન વિડજાએ અમારા રસ્તામાં ખાડો કરેલ છે. તેમજ ધમકી આપેલ છે કે કોઈપણ આ પાળાને કોળશે કે રસ્તે ચાલવાની કોશિશ કરશે તો તેને ભાંગી નાખવામાં આવશે. ૭૦ વર્ષ જુનો રસ્તો છે જે રસ્તે ચાલવા માટે કાયદા મુજબ કોઈ રોકી સકે નહિ. તેમજ ખેડૂતોએ અમારા રસ્તામાં કરેલ પાળાને ખોદીને સરખો કરવા જવાના છીએ. ત્યારે આ માથાભારે શખ્શો દ્વારા અમારી સાથે ઝઘડો કરવામાં આવે તે પૂર્વે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat