



આજે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મોરબી શહેરમાં અને જીલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી તો સૌ કોઈ પોતાના ગુરુના આશીર્વાદ મેળવવા વિવિધ મંદિરો, આશ્રમ સહિતના સ્થળોએ દોડી ગયા હતા.
આજે ગુરુપૂર્ણિમાના દિવસ મોરબીના રામધન આશ્રમ, ખોખરા બેલા હનુમાન અને કેશવાનંદ બાપુના આશ્રમ સહિતના સ્થળોએ ભક્તો ઉમટી પડ્યા હતા તો ટંકારાના લજાઈ નજીકના જોગ આશ્રમ ખાતે બાપુના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયા હતા તે ઉપરાંત વિવિધ શાળા કોલેજોમાં ઉજવણી કરવામાં આવી હતી તો મોરબીના નાની વાવડી તેમજ બગથળા ગામે આવેલા નકલંકધામ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી
ખોખરા બેલા હનુમાન ધામ ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને પશ્ચિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય, દ્વારકા ધારાસભ્ય પબુભા માણેક, ઇન્દોરના ધારાસભ્ય રમેશ મેન્દોલા તેમજ મોરબીના માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, ગુજરાતી ફિલ્મ કલાકાર ભાવિનીબેન જાની સહિતના અગ્રણીઓએ કનકેશ્વરીબેનના આશીર્વાદ મેળવ્યા હતા તો રામધન આશ્રમ ખાતે ભાવેશ્વરીબેનના આશીર્વાદ મેળવવા સાંજ સુધી મેળાવડો જોવા મળ્યો હતો
હળવદના ચરાડવા નજીક આવેલી બ્રીલીયન્ટ સ્કૂલમાં ગુરુપૂર્ણિમા નિમિતે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી જેમાં બાળકોએ વેશભૂષ કાર્યક્રમ રજુ કર્યો હતો તેમજ વિવિધ પ્રવૃતિઓ દ્વારા ગુરુપૂર્ણિમાના દિવસની ઉજવણી કરી હતી



