



હાલ નવરાત્રીનો થનગનાટ નાના શહેરોથી લઈને મહાનગરો સુધી જોવા મળે છે. યુવાનો, વડીલો અને બાળકો સહિતના સૌ કોઈ ગરબે ઘુમીને માં જગદંબાની આરાધના કરી રહ્યા છે ત્યારે ભક્તિની શક્તિનું ઉદાહરણ હળવદના ઘનશ્યામપુર ગામના યુવાને પૂરું પાડ્યું છે. ઘનશ્યામપુર ગામે રહેતા યુવાન જયપાલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા ૩૬ વર્ષના યુવાન છે જેની માતાજીમાં અનેરી શ્રદ્ધા હોય, નવરાત્રીમાં દર વર્ષે નકોરડા ઉપવાસ કરીને તે માતાજીની ભક્તિ કરે છે. નવરાત્રીના નવ દિવસ માત્ર પાણી પીને ઉપવાસ કરનાર યુવાન આદ્યશક્તિ મંદિરે ભક્તિ કરે છે તો મંદિર આવનાર દરેક ભક્તોને ભોજન કરાવીને ભક્તિની શક્તિનો પરિચય અન્ય ભક્તોને પણ આપી રહ્યા છે.

