Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠકમાં વિકાસલક્ષી કામોને મંજૂરી અપાઈ

મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક ચેરમેન જયંતીભાઇ ડી. પડસુંબીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવનના સભાગૃહ ખાતે મળી હતી. જેમાં કારોબારી સમિતિના સદસ્ય, જીલ્લા વિકાસ અધિકારી અને શાખા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા

 

કારોબારી બેઠકમાં વિકાસલક્ષી કામોને વેગ આપવા માટે હળવદ-કડીયાણા-માથક-વાંકાનેર રોડનું કામ, માળિયા તાલુકાના સરવડ ગામે કે.જિ.બી હોસ્ટેલ નજીક બોક્સ સેલના બાંધકામ તથા ટંકારા, વવાણીયા, જુના ઘાટીલા ગામે ગ્રામ પંચાયતના નવીન પંચાયત ઘરના બાંધકામ માટેના કામોના ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી હતી.

Comments
Loading...
WhatsApp chat