


વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં લોકોના વિકાસના કામો થતા નથી અને નાગરિકો પરેશાન છે ત્યારે પાલિકામાં એકહથ્થુ શાસન સામે ભાજપના અને વિપક્ષના સદસ્યોએ સાથે મોરચો ખોલી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે
વાંકાનેર નગરપાલિકાના ભાજપના સદસ્ય ભાટી એન. દ્વારા મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સાત વોર્ડ ધરાવતી વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવા છતાં લોકોના કામો થતા નથી અને પ્રજા પરેશાન છે વાંકાનેરના તમામ સાત વોર્ડમાં શેરી ગલીઓ અને મેઈન રોડને ખોદી નાખી શેરીઓ ધૂળ ધાણી છે અને ભૂગર્ભ ગટર યોજના ઘણા સમયથી પૂર્ણ થયેલ છે પણ નગરપાલિકાના સત્તાધીશ આ યોજના ચાલુ કરવામાં રસ લેતા નથી અને જ્યાં સુધી આ યોજના ચાલુ ના થાય ત્યાં સુધી બીજી પ્રવૃત્તિ ના થઇ સકે જેથી પ્રજાની મુશ્કેલી વધી રહી છે સરકારમાંથી કરોડોની ગ્રાન્ટ આવે છે પણ કોઈ કામગીરી કરતા જ નથી
ચીફ ઓફિસર વાંકાનેરના છે પરંતુ મોરબી ચાર્જ હોવાથી વધુ મોરબી રહે છે તો વાંકાનેર પાલિકામાં ભાજપની સત્તા છે પણ કોઈ પાર્ટી જેવું કશું નથી અને એક હથ્થુ શાસન ચાલે છે આ મામલે સાંસદ મોહનભાઈ કુંડારિયા અને જીલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારાને રૂબરૂ મળી વિગતો જણાવી હતી અને વાંકાનેર પાલિકામાં યોગ્ય વ્યક્તિને મૂકી ઝડપી વહીવટ થાય તેમજ ચીફ ઓફિસરની બદલી થાય તેવી માંગ કરી છે ભાજપના સદસ્ય ઉપરાંત અન્ય વિપક્ષી પાર્ટીઓના સદસ્યોનો પણ ટેકા સાથે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે
આ અગે વાંકાનેર પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વિકાસના કામો ચાલુ જ છે અને ચીફ ઓફીસર સમય મુજબ પાલિકા કચેરી હોય જ છે અને જે પણ રજુઆતો આવે છે તેનો યોગ્ય નિકાલ થાય તેવા પૂરતા પ્રયાસો કરવામાં આવતા હોય છે