

મોરબી નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધાને ધ્યાને લઈને ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા દ્વારા શહેર માટે વિવિધ યોજના અંતર્ગત સરકારમાંથી ગ્રાન્ટ મંજુર કરાવી છે જેથી આવનાર દિવસોમાં ૨૪.૪૫ કરોડના ખર્ચે મોરબીના વિકાસકાર્યો વેગવંતા બનશે.
મોરબી નગરપાલિકા પ્રમુખની યાદીમાં જણાવ્યા અનુસાર શહેરના જુદા જુદા વિસ્તારના રોડ રસ્તાના કામો તથા પાણીના નિકાલ માટે નાલા બનાવવાના કામો શરુ કરવામાં આવશે જેમાં વિસીપરા, નવલખી રોડ સીસી રોડનું કામ ૪૫.૫૭ લાખના ખર્ચે, વાવડી રોડ, પંચાસર રોડ સીસીરોડનું કામ ૭૬.૫૪ લાખના ખર્ચે, ઋષભનગર અને મયુર જીમખાના રોડનું કામ ૫.૨૫ લાખના ખર્ચે ઉપરાંત એવન્યુ પાર્ક, રવાપર રોડ, સામાકાંઠે, શિવપાર્ક, શનાળા રોડ સહિતના વિવિધ વિસ્તારમાં સીસી રોડના કામો કરવામાં આવશે તે ઉપરાંત વિજયનગર જવા માટે નાલુ અને એપ્રોચ રોડ, કેસરબાગ ડેવલપ કરવા માટે અને સુરજબાગ ડેવલપ કરવા માટેના કામોને મંજુરી અપાઈ છે જેમાં ૯૧૨.૭૦ લાખના કામો ના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે જે કામો તુરંત શરુ કરવામાં આવશે.