



ગ્રામ્ય સરપંચો ગામની જરૂરિયાત મુજબ વિકાસ કરી શકે તેવા ઉદ્દેશથી સરકારે ગ્રામ્ય સરપંચોને કેટલીક સત્તા આપવાનો નિર્ણય કર્યો છે. તેમ મોરબી જિલ્લાના ચરાડવા ખાતે રૂ.૩.૫૪ કરોડના ખર્ચે બંધાનાર સામુહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત કર્યા બાદ ગ્રામ વિકાસ અને પંચાયત રાજ્યમંત્રી જયંતિભાઈ કવાડીયાએ યોજાયેલ સમારોહમાં જણાવ્યું હતું.
રાજયમંત્રીશ્રી કવાડીયાએ વધુમાં જણાવ્યું હતું કે સરકારે ગામ પંચાયતોની ચુંટણીમાં અનામત બેઠકોમાં રોટેશન પ્રથા સાથે બીજા કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. જે નવા પંચાયત ધારાથી ગ્રામ્ય વિકાસને વેગ મળશે તેમ તેમણે જણાવી ૧૪માં નાણા પંચના નાણા સીધા ગ્રામ્ય કક્ષાએ મળવાથી ગ્રામોના વિકાસને વેગ મળશે તેમ પણ જણાવ્યું હતું.રાજયમંત્રીએ ચરાડવા ખાતે રૂ.૨ લાખ ના ખર્ચે ચૈતન્યનગર પ્રા.શાળા ખાતે બંધાયેલ પાણીની ટાંકી રૂ.૬.૫૭ લાખના ખર્ચે બંધાયેલ શાળાના ઓરડાનું લોકાર્પણ તથા રૂ.૧.૫૦ લાખના ખર્ચે નિર્માણ થનાર મધ્યાનભોજન સેડ તથા રૂ.૨.૦૦ લાખના ખર્ચે સારવામાં આવનાર બોરના કામનું ખાતમુહુર્ત કર્યુ હતું.આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ જે.એમ.કતીરા, હળવદ નગરપાલીકાના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ મામલતદાર ડી.એસ.સોનગ્રા, તાલુકા વિકાસ અધિકારી એ.જી.દેસાઈ, હળવદ તાલુકાના અગ્રણીઓ સર્વ રજનીભાઈ સંધાણી, બળદેવભાઈ સોનગ્રા, ડૉ અનિલભાઈ કૈલા, ચરાડાવા સરપંચ પ્રવિણભાઈ સોનગ્રા તથા ગ્રામજનો ઉપસ્થિ રહ્યા હતા.

