Billboard ad 1150*250

દેવ સોલ્ટ કંપનીએ પ્રાથમિક શાળાને આપી વોટર કુલરની ભેટ…

0 90
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

સેવાના કાર્યમાં હંમેશા માટે આગળ રહેતી માળીયાના હરિપર ખાતે આવેલી દેવ સોલ્ટ પ્રા.લી. નામની કંપની દ્વારા શુક્રવારે દેવગઢની પ્રાથમિક શાળામાં બાળકો માટે વોટર કુલરની ભેટ આપવામાં આવી હતી. શાળાનાં શિક્ષકો તેમજ ગ્રામજનોની માંગણીને ધ્યાનમાં લઈને દેવ સોલ્ટ દ્વારા આ મહત્વનું કાર્ય કરવામાં આવ્યું હતું. આ સાથે જ માળીયા(મીયાણા) રણની કાંધિ પર આવેલા હંજીયાસર ગામ કે જ્યાં ફક્ત માછીમારોની જ વસ્તી છે. તેવા આ ગામામાં અંદાજીત 200 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. તેઓને ઉનાળામાં ઠંડુ પાણી મળી રહે તે હેતુથી દેવ સોલ્ટ દ્વારા શાળાને વોટર કુલરની ભેટ આપવામાં આવી હતી.

હંજીયાસર ગામના અગ્રણી શાવદીન હબીબભાઈ મોવર (બાંધણી) તેમજ શિક્ષણગણની માંગણીને ધ્યાનમાં લઈને શાળાને આ ભેટ આપવામાં આવી હતી. તેમજ હાલમાં જ હંજીયાસરમાં દેવ સોલ્ટની મોબાઈક ક્લિનિકની સુવિધા ગામ લોકોના લાભાર્થે ઉપલબ્ધ કરવવામાં આવી હતી. જે ખરેખર સરાહનીય બાબતે છે. આ ભેટ સ્વીકરતા બંને ગામનાં અગ્રણીઓ અને શિક્ષણગણે દેવ સોલ્ટનો આભાર માન્યો હતો. આ ભેટ અર્પણ દરમિયાન કંપનીના જી.એમ. એ.કે.કોટેચા સાહેબના માર્ગદર્શન હેઠળ વિવેક ધુણા અને રમઝાન જેડા હાજર રહ્યાં હતા. તેમજ આ કાર્યમાં કંપનીના ચેરમેન ડી.એસ.ઝાલા સાહેબસ, હિરેન્દ્રસિંહ ઝાલા અને કરણસિંહ ઝાલાએ સહકાર આપ્યો હતો.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat