પવનચક્કીના વિરોધમાં કલેકટર કચેરીને તાળાબંધીની ચીમકી, પોલીસે અટકાયત કરી

માળિયા પોલીસ અટકાયત કરી લેતા તાળાબંધી મોકૂફ રહી

માળીયાના કુંભારિયા ગામે પવનચક્કી મામલે લડત ચલાવતા અરજદારે પવનચક્કી બંધ કરવા માટે તંત્રને કરેલી રજુઆતો છતાં નિવેડો નહિ આવતા કલેકટર કચેરીને તાળાબંધીનો કરે તે પહેલા પોલીસે તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

માળીયાના કુંભારિયા ગામના રહેવાસી રણછોડભાઈ લખમણભાઈ ઠાકોરે પવનચક્કી મામલે લડત ચલાવી રહ્યા છે અને કુંભારિયા ગામ આસપાસની પવનચક્કીને પગલે લોકોને થતી સમસ્યાઓ અંગે તંત્રને અનેક લેખિત રજૂઆત કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવાયા નથી પવનચક્કી બંધ કરાવવા આંદોલન કરતા અરજદારને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છતાં તેમને લડત ચાલુ રાખી છે

જોકે લાંબી લડત બાદ પણ પ્રશ્ન જેમનો તેમ હોવાથી નારાજ અરજદારે આજે કલેકટર કચેરીને તાળાબંધીની કરેલી જાહેરાત મુજબ તે તાળાબંધી કરવા પહોંચે તે પૂર્વે જ માળિયા પોલીસે તેને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat