લીબડીના લૂટના ગુનામાં નાસ્તા ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો

મોરબીની શાકમાર્કેટ ચોક પાસેથી સુરેન્દ્રનગરના લીબડી વિસ્તારના લૂંટ અને ઇજાના ગુનામાં સંડોવાયેલા આરોપીને મોરબી એ ડિવિઝન દ્વારા જડપી અને આ આરોપીને લીંબડી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

મળતી વિગત મુજબ મોરબી ના ઇન્ચાર્જ જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ની સુચાનથી થતા ડી.વાય.એસ.પી બનો જોષી ના માર્ગદર્શન હેઠળ જીલાલમાં નાસ્તા ફરતા આરોપીને જડપી પાડવા માટે સુચના મળતા ગઈકાલે એ-ડીવીઝન પી.આઈ. આર.જે.ચોધરી અને તેની ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે એવી ખાનગી રાહે બાતમી મળી હતી કે સુરેન્દ્રનગર જીલ્લાના લીબડી પોલીસ મથકનો લુટ કરી મારમારવા ના ગુનામાં નાસ્તો આરોપી તનવીરસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા ઉ.વ.૨૩ રહે. લીંબડી વાળો મોરબીની શાકમાર્કેટ પાસે, યદુનંદન ગેઇટ પાસેથી નીકળવાનો હોય ત્યારે ટીમ વોચમાં રહીને આરોપીને જડપી લીધો હતો અને . મોરબી એ ડિવિઝન પોલીસે આ આરોપીને પકડયા બાદ લીંબડી પોલીસને જાણ કરી હોવાથી લીંબડી પોલીસે તેને લઇ જવા તજવીજ હાથ ધરી છે આ આરોપીને ઝડપવા માટે મોરબી એ-ડીવીઝન પોલીસ મથકના રસિકભાઈ પટેલ, મહેન્દ્રસિંહ ઝાલા , કિશોરભાઈ મિયાત્રા , રણજીતસિંહ રોહડિયા , શેખાભાઈ મોરી, અજીતસિંહ પરમાર ,ફ્તેશિંહ પરમાર , ભરત ખાભારા અને રવિરાજસિંહ ઝાલા સહીતની ટીમે કામગીરી બજવી હતી

Comments
Loading...
WhatsApp chat