મોરબી શહેરમાં ૧૧૫ વાડી અને સોસાયટીને પીવાનું પાણી પૂરું પાડવા માટેની યોજનાનું ખાતમુર્હત




નગરપાલિકા દ્વારા મોરબી શહેરના છેવાડાના વાડી વિસ્તાર અને તેને સંલગ્ન સોસાયટીમાં સુવર્ણ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પીવાના પાણીની અંદાજે રૂ ૯.૫૬ કરોડના ખર્ચે પાઈપલાઈનના કામોનું ખાતમુર્હત તા. ૨૪ ને બુધવારે સવારે ૧૦ કલાકે કરવામાં આવશે
જે ખાતમુર્હત કાર્યક્રમમાં કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહેશે તેમજ સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, સહિતના અગ્રણી ઉપસ્થિત રહેશે મોરબીના રાતડીયાની વાડી, રામજી મંદિર બાજુમાં, વોર્ડ નં ૧૦ શનાળા રોડ મોરબી ખાતે ખાતમુર્હત કાર્યક્રમ યોજાશે



