


પવિત્ર તહેવાર એટલે દિવાળી જયારે આપણે આ તહેવાર માં પરિવાર સાથે મળીને મીઠાઈ ખાઈ છીએ ત્યારે આ ગરીબ પરિવાર આથિઁક રીતે સધ્ધર ન હોવાથી આવા તહેવાર ની ઉમંગ સાથે ઉજવણી કરી શકતા નથી તેથી ફ્રેન્ડસ યુવા સેવા ગૃપ દ્વારા જરુરીયાતમંદ પરીવારો ને મીઠાઈ ના 180 બોકસ નું વિતરણ વિના મુલ્યે કરવામાં આવ્યુ.આ કાર્યને સફળ બનાવવા શૈલેશભાઈ પટેલ(હરીકૃષ્ણ પ્લાસ્ટિક જી.આઈ.ડી.સી.),મનીસ ભાઈ પટેલ,અશ્વીનભાઈ (મંગલમ વિદ્યાલય),કીસ્મત બેકરી,ફ્રેન્ડસ યુવા સેવા ગૃપ ના મેમ્બર અને ખાલી બોકસ ના દાતા- મહેશ્વરી સ્વીટ માટૅ તેમજ વ્યવસ્થા માટે ગૃપ ના પ્રમુખ વિશાલ જયસ્વાલ, ઉપપ્રમુખ અમન ભલગામા, બીપીનભાઈ કાપડીયા એ ભારે જહેમત ઊઠાવી હતી.આ તકે ગૃપ ના સભ્યો અનુક્રમે રજનીકાંત ધારીયાપરમાર, મનીષભાઈ પટેલ,વિપુલભાઈ કરોત્રા,પ્રીયેશ શેઠ, જયેશભાઈ રંગાડીયા, મધુરમ ડેલાવાડા, મયુરભાઈ ગાંધી, મયુરભાઈ પરમાર, બિપીનભાઈ કાપડીયા, સન્ની ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા..