

હિંદુઓના સૌથી મોટા તહેવાર એવા દિવાળીનું પર્વ નજીક છે અને દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હજુ મોરબીની બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળતી નથી અને બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે
મોરબીના નહેરુ ગેઇટ અને પરા બજાર શહેરની મુખ્ય બજાર ગણવામાં આવે છે જોકે મુખ્ય બજારમાં કપડાના વેપારી જણાવે છે કે અવનવી રેંજ અને ડીઝાઇન તેમના શો રૂમમાં ઉપલબ્ધ છે પરંતુ ગ્રાહકો જ જોવા મળતા નથી તો આવી જ સ્થિતિ ફટાકડા બજારમાં જોવા મળી રહી છે ફટાકડાના વેપારીઓએ પણ સ્ટોક કરી રાખ્યો છે જોકે દિવાળીના સપ્તાહ પૂર્વે હજુ બજારમાં ગ્રાહકો જોવા મળતા નથી જેથી ફટાકડાના વેપારીઓ મૂંઝાયા છે સાતમ આઠમનો તહેવાર પણ નબળો ગયો હોય
જેથી વેપારીઓને દિવાળીના પર્વમાં સારા વેચાણની આશા હતી જોકે દિવાળીના સપ્તાહ પૂર્વે હજુ વેપારી ગ્રાહકોની રાહ જોઈ રહયા છે અને ભયંકર મંદીના માહોલમાં વેપારીઓ પરેશાન જોવા મળી રહ્યા છે કપડા, ફટાકડા તેમજ સોની વેપારીઓ અને બૂટ ચપ્પલના વેપારીઓ પણ મંદીના મારથી પરેશાન છે અને બજારમાં ગ્રાહકોની ભીડ ઉમટે તેની રાહ જોઈ રહ્યા છે
જુઓ વિડીયો…………………