મહિલા જાગૃતિ દિને મોરબીના મહિલા નાયબ પોલીસ અધિક્ષકે કોલેજની વિદ્યાર્થિનીઓનો જુસ્સો વધાર્યો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મહિલાઓમાં પણ આત્મ વિશ્વાસ પેદા થાય તેવા શુભ આશય થી રાજ્ય સરકાર દ્વારા ૧ ઓગસ્ટ થી ૧૪ ઓગસ્ટ સુઘી મહિલા સશક્તિકરણ પખવાડીયું ઉજવાઇ રહ્યું છે ત્યારે ઉજવણીના પ્રથમ દિવસે મોરબીમાં મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

        મોરબીની જે. એ. પટેલ મહિલા કોલેજ ખાતે નાયબ પોલીસ અધિક્ષક બન્નો જોષીના અધ્યક્ષસ્થાને યોજાયેલા મહિલા જાગૃતિ દિવસની ઉજવણી અંર્તર્ગત વિદ્યાર્થિનીઓને ખુદ દિપક બનો સ્વયં પ્રજવલ્લીત થાઓનો નારો આપીને તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. કોલેજની છાત્રાઓને સંબોધતાં બન્નો જોષીએ જણાવ્યું હતું કે મહિલાઓ આજે જ્યારે તમામ ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે કોઇપણ ક્ષેત્રે અન્યાય થાય તો પ્રતિકાર કરવા અને પોલીસની મદદ લેવા અનુરોધ કર્યો હતો. સરકાર દ્વારા મહિલાઓની મદદ માટે ૧૮૧ સેવા સુવિધાઓની પણ માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ તેમણે કોઇ પણ નાના મોટા પ્રશ્ને મહિલા પોલીસની મદદ લેવા પણ જણાવ્યું હતું.

        આ પ્રસંગે ઉપસ્થિત મોરબી પીઆઇ આર.જે. ચૌધરીએ વિદ્યાર્થિનીઓને રાજ્ય સરકાર દ્વારા ચલાવાઇ રહેલા મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનો હેતુ પણ સ્પષ્ટ કર્યો હતો. મોરબીના મહિલા પીએસઆઇ પી.કે. ગોંડલીયાએ વિદ્યાર્થિનીઓને અપડાઉન કરતાં સમયે આપણી આસપાસ કોઇ અજાણ્યા દ્વારા કોઇ હરકત કરવામાં આવે તો તરત જ સતર્ક થઇ જવાની સલાહ આપી, સોશિયલ મીડિયામાં જાણીતા ન હોઇ તેવા લોકોની ફ્રેન્ડ રીક્વેસ્ટ ન સ્વીકારવા પણ અનુરોધ કર્યો હતો.

પિયુતા પટેલએ દીકરીઓને કંઇ પણ નાની મોટી સમસ્યા હોય તો નિઃસંકોચપણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ સાથે જ તેમણે વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયાના અતિરેકથી દૂર રહેવા પણ ભલામણ કરી હતી.

        આ તકે વિદ્યાર્થિનીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) ના પ્રોગ્રામ ઓફિસર વનીતાબેન પી. કગથરાએ શપથ લેવડાવ્યા હતા.કાર્યક્રમના પ્રારંભે કોલેજના પ્રિન્સીપાલ પ્રફુલ્લ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌને આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જેતપરીયા દ્વારા કરાયું હતું.

Comments
Loading...
WhatsApp chat