Billboard ad 1150*250

સાહિત્ય વિભાગ : ઈશ્વરની ખોજ ભાગ – ૧

0 53
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

લેખક : તુષાર કુબાવત (પોરબંદર)

Post ad 2


આજે સવારે ઉઠ્યો સવારની રોજીંદી ટેવો કુટેવો સાથે મારા કામ પર નીકળ્યો વિચાર આવ્યો કે, શુ સાથે આવવાનું!! શુ કામ આ દોડવાની જરૂર છે..શુ કામ હું આ કરૂં છું!! ઓફિસ ગયો અરીસામાં મોઢું નિહાળતાં ફરી સવાલ આવ્યો કે, છું કોણ હું!! અંદરથી અંતરાત્માએ જવાબ ન આપ્યો..મને જવાબ ન મળ્યો..હું ફરી એ જ કામ અને એ જ જીવન સાથે હંમેશની જેમ જીવવા લાગ્યો..
સેવપુજા મને ગમે છે..હું સદાય ઈશ્વરને મારી નજીક ગણું છું..બીજા શુ કરે એ મને ખબર નથી પણ હું ઈશ્વર સાથે ખુલ્લી વાતો કરૂં છું..અમારી વચ્ચે ઘણી બોલાચાલી થાય છે..અને ઘણી બધી વસ્તુઓમાં અને ચર્ચાઓમાં હું હંમેશા એમને મનાવી લઉ છું.. મારો ભોડયોનાથ એટલે તો ભોળો કહેવાય કે, એ માની પણ જાય છે..પણ હંમેશા આવું થવું એ પણ અયોગ્ય છે આખરે એ ઈશ્વર છે અને હું એક સામાન્ય માણસ..
એક વખત ઈશ્વરને મેં પૂછ્યું તું છે એ મને ખબર છે પણ એમનું પ્રમાણ શુ!!?? ત્યાંથી જવાબ ન આવ્યો..મને થયું આજે સાહેબ રજા ઉપર લાગે છે..બીજે દિવસે ફરી એ જ પ્રશ્ન જવાબ ન આવ્યો..ત્રીજે દિવસે ફરી એ જ પ્રશ્ન જવાબ ન આવ્યો એટલે ન જ આવ્યો..મેં કહ્યું રિસાઈ ગયા કે, શુ?? તો ભી જવાબ નહીં..
મને સાલું અચરજ પમાડી ગયું આ બધું મારો દેવોનો દેવ મહાદેવ મને કેમ જવાબ નથી આપતો.. પણ હશે કાઈક કારણ એ વાત ચોક્કસ છે..બાકી એ જવાબ ન આપે એવું બને ખરૂં..
ઘણા બધા દિવસો ગયા અને એ જવાબન આપે હું વિચાર કરતો હતો કે, મારી કોઈ ભૂલ થઈ ગઈ કે, શુ!! મને અંદરથી અવાજ આવ્યો કે, આવું ન થવું જોઈએ..મેં કહ્યું હું માનતા રાખું કાંઈક એમને બોલવા મજબૂર કરી દઈશ..અને મેં એક અસામાન્ય માનતા રાખી..કે, જ્યાં સુધી એ નહીં બોલે હું મારી મૂછો નહીં ઉતારૂં..
દિવસો જતા ગયા હું અરીસામાં જોતો રહ્યો..ક્યાંય મન લાગતું ન હતું..કારણકે, મન તો રાધાનું જેમ કૃષ્ણમાં અને કૃષ્ણનું જેમ રાધાજીમાં હતું તેમ મારૂં મારા ઈશ્વર મારા મહાદેવમાં હતું..થોડો સમય ગયો..મને સાધુ જેવું લાગવા માંડ્યું મને થયું સંસાર છોડી દઉં..અને ક્યાંય હિમાલયમાં જઈ અને ઈશ્વરને પામવાની કોશિશ કરૂ.. મનમાં માતા પિતા અને સંતાનો પ્રત્યેની લાગણી હતી સરસ નોકરી હતી સરસ જીવન અને સારા મીત્રો.. પણ..હઠ યોગ માણસને ગમે તે પરિસ્થિતિ સુધી લઈ જઈ શકે..આ એક પરમ સત્ય છે..વિચારોના વમળમાં હું અવિચારી થતો જતો હતો..મને થયું સ્વામી વિવેકાનંદજીના મઠમાં જાઉં કદાચ ત્યાં મારો ઈશ્વર મળી જાય..
હું મારા ગામમાં આવેલ વિવકાનંદજીની નિકટ જવા તેમના મઠમાં ગયો ત્યાં વધુને વધુ સમય પસાર કરવા લાગ્યો..તેમના જીવન ચરિત્રને લાગતા પુસ્તકો વાંચવા લાગ્યો.. એક વાત તમને જણાવી દઉં..કે, મને અને પુસ્તકો એટલે કે વાંચનને ૩૬ નો આંકડો હતો..મને વાંચન જરા ભી ગમતું ન હતું..છતાં ત્યાંની લાઇબ્રેરી માં હું પુસ્તકો વાંચતો થયો..સમય ગયો..હું સમય સાથે ઉંમરમાં પણ થોડો આગળ વધતો ગયો..૨ વર્ષ જેટલો ૪ સેમેસ્ટરનો ખરાખરીનો સમય મેં ત્યાં ગાળ્યો મને ઘણું જાણવા મળ્યું..શીખવા પણ મળ્યું..જીવન વિષે મેં ઘણી પારદર્શકતા કેળવી..મને સમજાયું કે, જીવન શુ છે..આ સમય દરમિયાન મેં મારી સરકારી નોકરી કે, જે આજના સમયના યુવાનો માટે એક સપનું હોય તે છોડી દીધી..કારણકે, ઈશ્વરને શોધવા માટે સુતા સિવાયનો તમામ સમય તેમનામાં ધ્યાન લગાવવું જરૂરી છે..પણ મને ઈશ્વર હજુ સુધી સાક્ષાત થયો ન હતો..પછી શું મને થયું હું ક્યાંક બીજે જાઉં અને કાંઈક બીજો રસ્તો અપનાવુ..હું ઘરમાં કહ્યા વગર જ રાત્રે ઉપડતી એક સૌરાષ્ટ્ર મેઈલ ટ્રેનમાં નીકળ્યો અને સાથે મારી દાઢી અને મૂછો..મને અલગ લગાડતી હતી..મૂછો અને દાઢીમાં સફેદી ચંદ્રમાના અજવાળા સમાન દેખાતી હતી..હું મુંબઇ ગયો..ત્યાં ઘણો સમય આમ તેમ ફર્યો..મને કોઈ ન મળ્યું.. હું વિચારમાં ને વિચારમાં એક દિવસ એક પુના જતી ટ્રેનમાં મુસાફરી કરવા લાગ્યો અને પુના પહોંચ્યો..ત્યાં ભગવાન રજનીશના ઓશો આશ્રમમાં ગયો..ત્યાં સેવા કરવા લાગ્યો..અને ત્યાં બધાની વચ્ચે મને અત્યંત આનંદની લાગણી અનુભવાણી.. એમના સિદ્ધાંતો અને યોગ તથા મેડિટેશનની રીતો શરૂઆતમાં મને સમજથી ઉપર લાગી પણ ધીમે ધીમે હું ત્યાં ગોઠવાઈ ગયો..રજનીશની શિબિરો સાંભળી અને વિચાર્યું ગજબના માણસ હતા..આમને આમ અન્ય ૨ વર્ષનો સમય વીતી ગયો..ફરી મારૂં મન મને પૂછવા લાગ્યું ક્યાં તારો ઈશ્વર!! મને થયું હજુ દૂર છે..

     મારૂં મન ઈશ્વર પામવા માટે અતિ વ્યાકુળ થવા લાગ્યું..હું ત્યાંથી ચાલતો નીકળ્યો..અને દિલ્હી જવા માંગતો હતો..ત્યાં અક્ષરધામમાં જઈ શ્રી ભગવાન સ્વામીનારાયનજીના સાનિધ્યમાં કાંઈક કરવા માંગતી હતો..આટલો સમય વીત્યો હોવા છતાં મને એક પણ વખત મારા પરિવારની યાદ આવી ન હતી..કારણ મારૂ હઠ યોગી મન જેમને ઈશ્વરને મળવાની એમનું પ્રમાણ મેળવવાની ઝંખના ઝળહળતી હતી..હું આમ તેમ મુસાફરી કરતા દિલ્હી પહોંચ્યો ત્યાં અક્ષરધામમાં રહ્યો..મને અત્યંત અલગ અનુભૂતિનો આનંદ મળવા લાગ્યો વિવેકાનંદજી અને ઓશોના સિદ્ધાંતો તથા જીવનશૈલી દ્વારા હું અત્યંત પ્રભાવિત થયો હતો..મને ત્યાં મળેલ આત્મજ્ઞાન અત્યંત ઝીણવટપૂર્વક યાદ હતું..એટલે ત્યાં હું અલગ અનુભવ કરતા કરતા તે જગ્યામાં સરસ સેટ થઈ ગયો હતો..મને ત્યાં પણ ખૂબ સરસ અને અલગ અલગ વસ્તુઓ શીખવા મળી દેશ અને ધર્મ પ્રત્યેની મારી સમજ અને લાગણીઓ ખરેખર ત્યાં રહી એટલી સરસ થઈ ગઈ કે, હું એક યોગી બનવા તૈયાર જ હતો..ત્યાં પણ મેં ૨ વર્ષનો સમય વિતાવ્યો..પણ વળી એ જ વિચાર કે, હે જગતના નાથ તું છે ક્યાં મારે તને જોવો પ્રમાણ આપ..મને..મારી દાઢી અને મુછો.. ગળાથી નીચેના ભાગ સુધી ફેલાયેલી હતી..
       પૈસા તો હતા જ નહીં..કારણકે સાધુઓના પહેરવેશમાં ખિસ્સા ન હોય..હું ત્યાંથી બધા સંતોની રજા લઈ આદરપૂર્વક એમને જે શીખવ્યું એમનો આભાર પ્રકટ કરી અને ભારતના નકશામાં ભારતના દિલ દિલ્હીથી ઉપર હિમાચલ બાજુ જવા પગ પાળા નીકળ્યો..પગપાળા જતા જતા મેં ઘણા અનુભવો કર્યા સૌંદર્ય તો જાણે બારેમાસ ખીલતું હોય તેમ હતું..અને હું કુલુ પહોંચ્યો ત્યાંથી ચાલતા ચાલતા મનાલી અને સિમલા ત્યાં જોયું ભીમની પત્ની હડિમબાના મંદિરમાં ગયો મેં અચરજ સાથે દિલથી પ્રાર્થના કરી અને વિચરવા લાગ્યો દુનિયામાં કેવા કેવા અને કેટલા કેટલા સત્યો છે..અદભુત..
      હું ચાલતો હતો..અને આગળ જતાં એક બર્ફીલું જંગલ મારે પાર કરવાનું હતું..રાત્રી પડી ગઈ હતી છતાં હું ચાલતો રહ્યો..અને આગળ જતાં એક દમ નીરવ શાંતિ..વેલીના મોટા અને વર્ષો જુના ઝાડ જાણે કોઈ વર્ષોથી તપસ્યા કરતા હોય તેમ તપસ્યા કરતા હતા..અને એમની વચ્ચેથી ઠંડા પવન સુસવાટા સ્વરૂપે આવતો હતો હું તો સાધુ જેવો હતો હા સાધુ હજુ બન્યો ન હતો મારી પાસે ઓઢવા ફક્ત એક સાલ અને પગમાં પહેરવાના ચપ્પલ પણ તૂટેલા..છતાં હિંમત કરી એ હિમાલયના સાનિધ્યમાં હું ચાલતો રહ્યો..એવામાં કોઈનો અવાજ સંભળાયો ઓ ભાઈ..મેં પાછળ વળીને જોયું કોઈ દેખાતું ન હતું..ફરી અવાજ આવ્યો ઓ ભાઈ..ફરી હું ઉભો રહ્યો કોઈ ન હતું..દરેક વખતે અવાજ અલગ દિશામાંથી જ આવતો હતો..મને કોઈ જ દેખાતું ન હતું કે ન તો સમજાતું હતું..એટલે હું આગળ ચાલતો રહ્યો..આગળ ગયો ત્યાં જ એક બરફમાં જામેલી નદી આવી ત્યાં હું ઉભો રહ્યો ત્યાં જ ફરી એ ભાઈનો અવાજ આવ્યો..અને મેં પાછળ વળીને જોયું..અને...મને અચરજ થઈ પણ આઘાત સાથે કે આ કોણ!!?? અને હું હેબતાઈ ગયો આમ પણ બરફમાં ચાલતા હોવાથી ઊંચાઈ હોવાથી ઓક્સિજનની કમીના કારણે મને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી..અને એમાં મેં આ જોયું..હવે મેં શુ જોયું?? અને શું હતું?? ઈશ્વરની મારી ખોજની હઠ યાત્રા આગળ ધપી કે નહીં કે શું થયું!! એ જાણવા આ વાર્તાનો આગળનો ભાગ તમારે ચોક્ક્સથી વાંચવો જ પડશે..

લખનાર-તુષાર નરેન્દ્રભાઈ કુબાવત (પોરબંદર)

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat