Billboard ad 1150*250

સાહિત્ય વિભાગ : જીવન-મૃત્યુના પારખા ભાગ-૧

0 64
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

લેખક : તુષાર કુબાવત (પોરબંદર)

મારા એક મિત્ર છે. જે એક સરકારી નોકરીયાત છે..ઉમર મારા જેટલી…એટલે કે, ઉગતા સુરજદાદા જેવી એમની યુવાની..તરવરાટ એટલો કે, ગમે તે વિષયમાં અત્યંત નિપુણતા એમનામાં.. ઉમર મુજબ એમનું ભણતર પણ અત્યંત હોશિયાર.. કોમ્પ્યુટરમાં તેઓ માંધાતા હતા..એટલે કે, કોમ્પ્યુટરમાં જ એમણે ગ્રેજ્યુએટ કરેલ હતુ..

હવે વાત જાણે એમ બની કે, હું અને મારા બીજા મિત્રો ફરવાના એક-દમ શોખ ધરાવતા હતા..જયારે મારા એ મિત્રને ફરવા કરતા રજાઓમાં ઘરે બેસી નવા- નવા ટેકનોલોજીને લગતા અથવા તો અન્ય કામો કરવા એટલા પસંદ હતા જાણે નવા પરણેલા સ્ત્રી-પુરુષને એક- બીજાને પસંદ હોય..નવરાત્રીનો તહેવાર આવવાનો હતો.. અને રજાઓ એકી સાથે ૦૫ આવતી હતી..અમે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવ્યો..અને નક્કી પણ કર્યું…હું અને મારા તે ખાસ મિત્ર અને બીજા અમુક મિત્રો સાસણ ગીર તથા અન્ય જુનાગઢ તથા કુદરતના ખોળે આવેલ જગ્યાઓમાં ફરવા ગયા..અમને લોકોને કુદરત સાથે સંગોષ્ઠી કરવી અત્યંત પસંદ હતી..અને એમના માટે મંદિર નહિ…પણ અમે લોકો હમેશા આવી રીતે કુદરતી વાતાવરણના સોંદર્યને નિહાળવા અને નજીકથી જોવા આવા કુદરતી વાતાવરણ અનુભવ કરવા જતા..અને ત્યાં પણ બીજા ઘણા અનુભવો થતા એ અનુભવો હું વર્ણવીશ તો મારી ઉમર યુવાનીમાંથી ઘડપણ તરફ વહી જવાની પુરી શક્યતાઓ છે.. એટલા લાંબા અને મોટા અનુભવો છે..માટે અત્યારે નહિ જણાવું.. ક્યારેક રૂબરૂ પોરબંદર મળજો…/મળવા વિનંતી….

અમે લોકો અહિયાં પોરબંદરથી સાસણ ગીર તરફ જવા રવાના થયા રસ્તામાં પ્લાનમાં ફેરફાર સાથે અમે અમારીઓ મિત્રની ગાડી જુનાગઢ તરફ હાકી કાઢી…વરસાદની ઋતુ એવી હતી કે જે લાંબી ચાલી હતી…નવરાત્રી ચાલતી હોવા છતાં વરસાદની ઋતુ બારે મેઘ ખાંગા થાય એવી અવિશ્વાશ્નીય હતી..હવામાન વિભાગ દ્વારા રોજ આગાહીઓ ઉપર આગાહીઓ થતી હતી..કે, આટલા દિવસ હજુ ચોમાસું છે..અને આટલા દિવસ ભારેથી અતિ- ભારે વરસાદ પડવાની આગાહી છે..

અમે લોકો જુનાગઢ તરફ રવાના થયા અહિયાથી જુનાગઢ પોલ વોકરની જેમ જો ગાડી ચાલાવીએ તો, અંદાજે ૦૨: ૦૦ કલાકમાં પહોચી જવાય ગાડી અમારામાંથી એક મિત્ર (પોલ વોકર જ માની લો) ચલાવતો હતો.. ગાડી જાણે રેસમાં ઉતારી હોય તેમ ચાલતી હતી..નોકીઆના ૩૩૧૦ અને ૩૩૧૫ નંબરના કોઈ જુના મોબાઈલ હેન્ડસેટમાં એક સ્નેક નામની ગેમ (રમત) આવતી જો તમને યાદ હોય તો, આ રમત મુજબ એ રમતમાં જેમ સાપ શરૂઆતમાં ધીમે- ધીમે ચાલે અને પછી એક-દમ જેટ પ્લેનની માફક ચાલે તેવી રીતે અમારી ગાડી ચાલતી હતી…આખરે સવારે ૦૮.૦૦ વાગ્યાના સુમારે નીકળેલ અમારૂ જેટ પ્લેન ૧૦.૦૦ વાગ્યાની આસ- પાસ જુનાગઢ પહોચી ગયું વરસાદ આખા રસ્તે જાણે ખુબ ખુશ હોય તેમ વરસતો હતો.. ઇન્દ્રદેવ ખુબજ અત્યંત મહેરબાન હતા.. રસ્તો એટલો સારો કે, ના પૂછો વાત… રસ્તામાં ઊંટનાં ટોળાઓ તથા નોળીયાઓનાં દર્શન તથા ખેતરોમાં પાણી જોઈ અમે અહલાદક પ્રકૃતિનો આનંદ અનુભવતા હતા..

ખેર, આખરે જુનાગઢ પહોચ્યા ત્યાં મારા મામાના ઘરે ગયા.. અને ત્યાં ચા- નાસ્તો કરી ફ્રેશ થઇ..અને મામાના છોકરાને સાથે લઇ..જૂનાગઢના કુદરતી સોંદર્યને નિહાળવા અમે લોકો રવાના થયા આખો દિવસ ગેબી ગીરનારનાં ખોળે તથા અન્ય પ્રકૃતિ તથા જુના નવાબ સાહેબના બાંધકામો જોઈ અમે ખુબ જ સરસ અનુભવ કર્યો…રાત્રી થવા આવી હતી અમને પ્રથમ વિચાર આવ્યો કે, ચાલો મામાના ઘરે રોકાઈ જઈએ પણ બીજા બધા મિત્રોની એવી ઈચ્છા હતી કે, સાસણ ગીરમાં એક મિત્રનું ફાર્મ- હાઉસ છે ત્યાં જઈ અને શાંતિથી રોકાઈ જઈએ એટલે બીજા દિવસે સવારે તરત ફ્રેશ થઇ ફરવા નીકળી જવાય..વધુમત એકમત મુજબ અમે લોકો રાત્રીના જ સાસણ ગીર જવા રવાના થયા જેટ પ્લેન ફરી ઉપડ્યું..અને આગળ- આગળ જતા રસ્તામાં કોઈ સિંહના દર્શન થઇ જાય તો, મજા પડી જાય એવો વિચાર કરતા જ હતા..પણ એમ થોડા આ મહાન જનાવર જોવા મળી જાય કારણકે, કહેવાય છે કહેવત મુજબ કે, ” સિંહના ટોળા ન હોઈ “ હા સિંહણના હોય ખરા હો પાછા !! એના માટે તો, આ ડાલામાથાઓની નજીક જવું પડે એમના વિસ્તારમાં એમના સમયે ત્યાં હાજર રહેવું પડે..

            અમે લોકો રાત્રે પેલા ભાઈના ફાર્મ હાઉસ પર પહોચ્યા અને આરામ કરી જામી કરી બેઠા હતા ત્યાં જ પેલા ફાર્મ હાઉસના મોટી ઉમરના પણ એકદમ સ્વસ્થ દેખાતા એક ચોકીદાર કાકા આવ્યા કહ્યું સાહેબ કાઈ પણ જોઈતું હોઈ કે, જરૂર હોઈ તો અમને જણાવશો અમે અહિયાં જ હોઇએ છે આખી રાત..અમે કહ્યું હા!!

Post ad 2

રાત્રીના ૧૧ વાગ્યા હશે બધા પોતાના ઘરે ફોન કરી નવરા થઇ પેલા કાકા પાસે બેસવા ગયા એ કાકા ત્યાના જ વાતની હતા અને ત્યાં જ નાના- મોટા થયેલા હતા..એમની પાસેથી ગાંડી ગીરના રાજા એવા સિંહોની વાતો સાંભળી અમે લોકો એટલા પ્રભાવિત થયા કે, અમે એમણે થાક્યા હોવા છતાં રજૂઆત કરી કે, અમારે સિંહ દર્શન કરવા જંગલમાં જવાની ઈચ્છા છે..પહેલા તો, એ કાકા નોકરી ઉપર હોવાથી થોડી આના-કાની કરતા હતા..પણ અમે તેમના માલિક એટલેકે, અમારા મિત્રને ફોન કરી એમને રજા અપાવી દીધી અને ત્યાં રહેતા એમના દીકરાને એ રાત્રે ચોકીદારી કરવા તેડાવ્યો..

અમે લોકો અમારી ગાડીમાં ચાંદામામાના કોહીનુર હીરા અથવા તો, નાગમણીનાં અજવાળા સમાન એ મધ્ય રાત્રીના સુમારે જંગલ તરફના રસ્તા તરફ નીકળ્યા સાથે લાકડીઓ લઈ લીધી ખબર જ છે કે, આપણે અત્યંત ગંભીર અને અવિશ્વસનીય કુદરતનો નજારો જોવા જઈએ છે..એટલે સેફટી પ્રથમ..

અમે લોકો નીકળ્યા ઘણું ફર્યા અને ઘણી જગ્યાઓમાં ઘણા બધા રાત્રીના એવા- એવા જીવાત્માઓ જોયા કે, જેમને કદી રૂબરૂ જોઈ ન શકાય વરસાદ પણ સરસ મજાનો આમ દેખાય પણ આગળ ફક્ત ૦૫ ફૂટ જેટલું જ..અમને એમ થતું હતું..કે, અમે લોકો કોઈ અગોચર વિશ્વની અલગ જ દુનિયામાં આવી ગયા હોઈએ.. રાત્રીના એવા- એવા અવાજો આવતા હતા કે, વરસતા વરસાદમાં પણ પરસેવાની રમઝટ બોલતી હતી ગાડીમાં એ. સી. પણ હતું છતા..પરસેવાને આવવાની મજા જ આવતી હતી..બધા અનુભવો કરતા- કરતા આગળ ગયા.. ત્યાં જ જંગલની અંદર એક મંદિર આવ્યું પેલા ચોકીદાર કાકાએ કહ્યું કે, ગાડી અહિયાં ઉભી રાખો અમે નીચે ઉતર્યા બેટરી લગાવી જોયું ત્યાં મંદિરની બાજુમાં ૦૧ બાપુની કોટડી હતી.. પેલા કાકાએ અગાઉથી રસ્તામાંથીબ જ ફોન કરી દીધો હશે પેલા બાપુ ગાડીનો અવાજ સાંભળી બહાર આવ્યા અને એમની સાથે એમનો એક ચેલો પણ હતો..

અમને અંદર કોટડીમાં લઇ ગયા ચા પીવડાવી અને બેસાડ્યા અને કહ્યું સિંહો જોવા છે એમ ને!! ચાલો પણ થોડું ચાલીને જવું પડશે કારણકે, જ્યાં સિંહો રાત્રીમાં આવે છે..તે જગ્યાએ ગાડી જઈ શકે એવી પરિસ્થિતિ નથી.. ડર ખુબ જ લાગતો હોવા છતાં અમે લોકો ડર કે આગે જીત હે વાળું સૂત્ર મનમાં ને મનમાં યાદ કર્યું અને ચાલીને જવા હામી ભરી અમે લોકો નીકળ્યા વરસાદ શાંત પડી ગયો હતો હજુ તો, મંદિરમાં દર્શન કરી બહાર નીકળતા જ હતા કે,..અત્યંત મોટી ત્રાડ સાંભળી..અમે લોકો સ્તબ્ધ થઇ ગયા અને જાણે વરસતા વરસાદમાં વીજળીનો ઓચિંતો ચમકારો થતો હોઈ..તેમ એક- બીજા સામે જોઈ જ રહ્યા…અમે ચાર માણસો હતા અને પેલા કાકા અને સાથે બાપુ અને તેમના ચેલાજી..

ત્રાડ સાંભળી ત્યાં જ બાપુના ચેલા બોલ્યા બાપુ આ તો, ઉગમણી દિશામાંથી આજે અવાજ આવે છે…અમને થયું આમને કેમ ખબર પડી ગઈ.. અમે કાઈ જ બોલ્યા નહિ..પણ એમના આટલા વર્ષોના આ જંગલમાં રહેવાના અનુભવોએ એમણે ઘણું બધું શીખવ્યું હોઈ એ અમે માનવા તૈયાર થઇ ગયા..અમે પૂછ્યું બાપુના પેલા ચેલાને કેટલેક દુર હશે આ જંગલનાં રાજા..એ બોલ્યા હજુ તો ઘણે દુર હશે.. અમે કહ્યું તો, પણ આવો ભયાનક અવાજ અહી સુધી કેવી રીતે આવી શકે..ત્યાં જ પછી મને યાદ આવ્યું કે મેં ડીસ્કવરી ચેનલમાં એક આફ્રિકન સિંહના કાર્યક્રમમાં સાંભળ્યું હતું કે, સિંહોના અવાજની ડેસીમલ અત્યંત વધુ હોઈ છે જે ઘાને દુરથી પણ સંભળાઈ શકે છે..

અમેં વાતો કરતા ચાલતા થયા..અને મોબાઈલ સાથે હતા પણ ખાલી સાથે જ હતા..કારણકે, ફ્લેશ લાઈટ સિવાય એ બીજા કોઈ કામમાં આવે એમ ન હતા..કારણકે, મોબાઈલનું નેટવર્ક સાવ નીલ કહો કે, ઠપ કહો કે, બંધ કહો કે, કઈ ન કહો એમ હતું..અમે લોકો આગળ ચાલતા થયા થોડા દુર જ ગયા કે, બાપુએ કહ્યું ઉભા રહો અહિયાં આગળ એક ઝરણું છે.. ત્યાં સાવજ પાણી પીવા આવે છે ખરા!! અમે ઉત્સાહિત હતા પણ સાથે ડરેલા ભી હતા..અજાણ્યા માણસોના ભરોસે અમે લોકો હતા..અને અમે તો, સાવ અજાણ્યા.. ધીમે- ધીમે આગળ વધ્યા અને જોયું તો ઝરણા પાસે હરણનું ટોળું પાણી પીતું હતું..એટલામાં અમે એક જગ્યા પકડી બેસી ગયા રાત્રીના ચાંદામામાનાં અજવાળામાં આ બધું ખુબ જ સુંદર દેખાતું હતું.. પણ જોત- જોતામાં આ સુંદરતામાં ખલેલ પહોચવા લાગી અમે હજુ જોતા જ હતા કે, ત્યાં જ વાંદરાઓ દ્વારા અવાજો થવા લાગ્યા અન્ય પશુઓ દ્વારા પણ ખુબ મોટા અવાજો થવા લાગ્યા અફરા- તફરીનો માહોલ બનવા લાગ્યો હરણનું ટોળું દિશાહીન રીતે દોડવા ભાગવા લાગ્યું અમને સમજાય ગયું.. કે, રાજા આવી ગયા લાગે છે…

અમે જોતા જ રહી ગયા ત્યાં જ ભયંકર અવાજો આવવા લાગ્યા અને અફરા-તફરીના માહોલ વચ્ચે અમે સિંહણોનું એક ટોળું જોયું…અને અમારી આંખો અવિશ્વાસી અકળામણ સાથે ડર સાથે એક- દમ મોટી થઇ ગઈ હતી.. અને અમે તો, જોતા જ રહી ગયા.. થોડીવાર અમે ત્યાં જ બેઠા-બેઠા હલન- ચલન કર્યા વગર એ નજારો જોતા રહ્યા ત્યાં જ અમારી એક ઓર ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી હતી..અને ૦૧ ડાલામથો સામેથી આવી રહ્યો હતો..એમની ચાલ અને એમનાં બાલ (કેશવાળી) એમનું વિકરાળ સ્વરૂપ અને એમનો અવાજ (ત્રાડ) સાંભળી અમે તો ડરથી અત્યંત નાસી-પાસ થઇ રહ્યા હતા..ત્યાં જ પેલા બાપુએ કહ્યું.. શાંત થઇ જાઓ ડરો નહિ એ નુકશાન નહિ પહોચાડે જો તમે એમને હાનીકારક લાગશો તો, એ તમને નુકશાન પહોચાડી શકે છે.. અમે બેઠા રહ્યા સામે જ્યાં શિકાર થયેલો હતો એ જગ્યાનો નજારો પણ અહ્લાદક હતો સિંહના આગમનથી ત્યાં રહેલા તમામ નાના- મોટા જનાવરો આમ- તેમ ભાગવા લાગ્યા..અને સાથે જ સિંહણો કે, જેમને પોતાનો શિકાર કર્યો હતો એ પણ નાછુટકે દુર ચાલી ગઈ હતી..એમના મોઢા પર ગુસ્સો ચોખ્ખો દેખાતો હતો.. પણ કાઈ જ કરી શકે તેવી એમની પરિસ્થિતિ ન હતી..અને અમે જોતા જ રહ્યા હતા ત્યાં જ એક બીજા સાવજની અમિતાભ બચ્ચન જેમ શહેનશાહ ફિલ્મમાં એન્ટ્રી કરે તેવી એન્ટ્રી થઇ અને તે થોડો ઉમરમાં મોટો અને પીઢ દેખાતો હતો..

તેમના આવવાથી ત્યાં રહેલો અને પેલું મારણ ખાતો સાવજ દુર ગયો અને માન- સન્માન સાથે પોતાનું નહિ એવું આ મારણ પેલા મોટા સિંહને સોપી દીધું અમે તો આ નજારો જોતા જ રહી ગયા..એમાંથી એક સિંહ કે જે નાનો હતો એ ઓચિંતો અમને જોઈ ગયો વહેલી સવારના પરોઢિયાનો સમય થવા લાગ્યો હતો ધીમે- ધીમે અજવાળું પથરાઈ રહ્યું હતું..એ સિંહ અમારી સામે જોઈ રહ્યો હતો એવામાં પેલા સાથે રહેલા ચોકીદાર કાકાને ઓચિંતું છાતીમાં દુખવા લાગ્યું.. અમે એમણે જોઈ ચિંતાતુર થઇ ગયા એમની ફરિયાદ અમે સાંભળી પ્રાથમિક ધોરણે અમને એમ લાગ્યું કે, એમણે હૃદય રોગનો હુમલો આવ્યો છે..
               અમે એમને બચાવવા માટે ગાડી તરફ એમને તેડી અને દોડ્યા અમે હજુ રસ્તામાં જ હતા કે, અમને એવું લાગ્યું કે, કોઈ છુપા પગથી અમારો પીછો કરી રહ્યું હોઈ.. અમેં પાછળ ફરી જોયું તો, કોઈ જ ન હતું વૃક્ષો ચોમાસાના એટલા ઘટાદાર હતા કે, દુર સુધી જોવું અશક્ય જણાતું હતું…અમે ચાલતા રહ્યા..એવામાં હજુ થોડા જ ચાલ્યા હતા કે, મારૂ ધ્યાન પાછળ ગયું.. મેં પાછળ ફરી જોયું તો, મારો પેલો મિત્ર જેનું મેં ઉપર શરૂઆતમાં વર્ણન કર્યું એ ક્યાય દેખાતો ન હતો..મેં બીજા બધાને ઉભા રાખ્યા વાતની જાણ કરી..એવામાં મેં જોયું તે મિત્રને કોઈ દુર સુધી ઢસડી લઇ જઈ રહ્યું હતું.. મેં સરખી નજર કરતા પેલો નાનો સિંહ કે, જેને અમે શિકાર ખાતા પ્રથમ જોયો હતો તે જ હતો અને એ અમારા મિત્રને શરીરના ઉપરના ભાગથી દુર ધસડી લઇ જી રહ્યો હતો..મારા તે મિત્રનો મેં મોટો અવાજ સાંભળ્યો અમે દોડ્યા પણ પેલા કાકા સાથે હતા..જેમને હ્રદયરોગ આવ્યો હતો..અમે એ અસમંજ્સમાં હતા..કે શું કરવું પેલાને બચાવવા જવું કે,પેલા કાકાને બચાવવા મંદિર કે, ગાડી તરફ જવું..હવે આગળ મારા પેલા મિત્રનું શું થયું?? એમનો જીવ બચ્યો કે, નહિ..કે, પેલા ચોકીદાર કાકાનું શું થયું !! એ જાણવા તમારે મારી આ વાર્તાનો આગળનો ભાગ ચોક્કસથી વાંચવો જ પડશે…

લેખક : તુષાર નરેન્દ્રભાઈ કુબાવત (પોરબંદર)

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat