Billboard ad 1150*250

સાહિત્ય વિભાગ : વૃદ્ધાશ્રમમાંથી વડીલની ગીફ્ટ

0 141
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

               હું યુવાન છું છતાં, હું વૃદ્ધાશ્રમમાં રહું છું. અહીંયાના તમામ વડીલો મને ખુબજ પ્રેમ કરે છે.અને હું પણ તેમનું ખૂબજ ધ્યાન રાખું છું તેમની સેવા કરૂં છું. તેમની દિનચર્યાની મને ખબર હોય છે મારી સેવા તદ્દન નિસ્વાર્થ ભાવે છે મારૂં આ દુનિયામાં કોઈ નથી એટલે અહીંયા રહુ છું હું અનાથ છું અને આ વડીલોને જ મારા મા બાપ માનું છું અને આ વડીલોનું પણ આ દુનિયામાં ઘણા હોવા છતાં કોઈ નથી એટલે એ લોકો પણ અહીંયા રહે છે અમે તે લોકો પણ મને દીકરો.માને છે . અમારી બધાની પરિસ્થિતિ તથા જીવન આમ જોઈએ તો સરખા છે

               એક વખત બને છે એવું કે, એક વડીલ સાંજે આથમતા સૂરજ સાથે મારી સાથે બગીચામાં વાતો કરતા- કરતા રડવા લાગે છે.  અને એમનાથી એમનું દુઃખ આશ્રુભીની આંખોથી મને કહેવાય જાય છે ઘણી વસ્તુ મૌખિક નથી હોતી તેમ એમને પણ મને મૌખિક કોઈ વાત ન કરી પણ, મને એક બંધ કવર આપ્યું અને કહ્યું મને તારી પર મારા બાળકોથી વધારે વિશ્વાસ છે એટલે,  મેં તમે આ કવર આપ્યું છે. પણ એક શરત છે!! તારે કદી આ કવર ખોલવાનું નથી કે,  આ બાબતની કોઈ પણ જાતની વાત કોઈને કરવાની નથી બસ આ કવર  સાચવવાનું છે!! 

                 મેં કહ્યું ચોક્કસ પણ ક્યાં સુધી આ કવર હું સાચવું?? ત્યારે એ બોલ્યા!!  એ તું ચિંતા ના કરીશ આ કવરનો અસલ માલિક તારી પાસે આવીને આ કવર માંગશે ત્યારે આ કવર તેમને ખોલીને આપજે પણ આ તારે એમને વાંચીને બધું સંભળાવવાનું છે વચન આપ મને!!  મેં એમને વચન આપ્યું એમને મને કવર આપ્યું. અને એક દિવસ એ વડીલનું લાંબી બીમારીના અંતે મારી સામે જ દુઃખદ અવસાન થયું પણ જતા- જતા પણ એમની આંખો મને પેલા કવર વિષે યાદ કરાવતી ગઈ.  મેં કવર સાચવીને રાખ્યું છે!!  તેવો ઈશારો એમને કર્યો દિવસો જવા લાગ્યા મહિના જવા લાગ્યા પણ તે કવરનો કોઈ માલિક ન આવ્યો

                 આમને આમ ૧ વર્ષ ગયુ બીજું વર્ષ પણ ગયું.આમને આમ આ વાતને લગભગ ૩૦ વર્ષ જેટલો લાંબો સમય લાગી ગયો પણ આ કવરનો કોઈ હકદાર ન આવ્યો.

                 એક વખત સવારે એક ફોન આવે છ અને મને કહે છે અમારે અમારા પિતાશ્રીને ત્યાં મુકવા આવવાના છે!! મેં કહ્યું હા આવી જાઓ!!  એક યુવાન આવે છે ખૂબ જ શિક્ષિત લાગતો હોય છે પૈસાદાર પણ હોય છે. એમની સાથે એમની પત્ની હોય છે અને એક વડીલ એ તેમના પિતાશ્રીને મૂકી જાય છે. અમારા માટે આ નવું નથી આ વડીલ અહીંયા રહેવા લાગે છે ૧ મહિના જેટલો સમય પસાર થઈ જાય છે અને એ વડીલનો જન્મદિવસ આવે છે બધા એમનો જન્મદિવસ ઉજવાતા હોય છે મેં પણ એમને ગિફ્ટ આપી ત્યાં જ એ વડીલ બોલ્યા કે, સાંભળો!!

Post ad 2

                                                                                                                                                        મારા પિતાશ્રી ઘણા વર્ષો પહેલા અહીંયા રહેતા હતા એમને તમને એકેય કવર આપ્યું હતું?? હું તો અવાચક રહી ગયો!! મેં કહ્યું હા આપ્યું હતું તમને કેમ ખબર?? તેમને મને કહ્યું મારા પિતાશ્રીએ મને મારા જન્મદિવસ પર ઘણા વર્ષો પહેલા એક પત્ર લખ્યો હતો કે, તું અહીંયા મને મળવા ન આવ તો કાંઈ નહીં પણ તારા માટે એક ગિફ્ટ (કવર) અહીંયા રાખ્યું છે આ કવર તારા માટે ખુબજ અગત્યનું છે જ્યારે પણ નવરો પડી અને એ લઈ લેજે અને સાથે તમારૂ નામ પણ લખ્યું હતું કે,  કદાચ તું આવ અને હું આઘો- પાછો કે, મંદિરે ગયો હોઉં તો,  એ કવર આ ભાઈ પાસેથી લઈ લેજે અથવા જો હું આ દુનિયામાં ન હોઉં અને તને એ કવર લેવાનું યાદ આવે તો,  પણ આ ભાઈ પાસેથીજ તને આ કવર મળશે.

                  પણ મને કદી એ કવર લેવા આવવાનો સમય ના મળ્યો આજ મારો જન્મદિવસ છે એટલે,  તમે મને ગિફ્ટ આપી તો યાદ આવ્યું કે,  મારા પિતાજી પણ એક અગત્યનું કવર ગિફ્ટ સ્વરૂપે મને આપવા માંગતા હતા. પણ હું લેવા જ ના આવ્યો મેં કહ્યું હા કવર હમણાં આપું પણ મેં એમને કહયુ આ કવર મારે પહેલા ખોલી વાંચીને તમને સંભળાવું છ એવી તમારા પિતાશ્રીની ઈચ્છા હતી એમની પરવાનગી મળી

                   અને મેં ૩૦ વર્ષ જૂનું કવર ઇજિપ્તના મહાન વૈજ્ઞાનિક ઝાહી હવાસ દ્વારા ઇજિપ્તના પિરામિડનો કોઈ અજાણ્યો દરવાજો ખોલતા હોઈ તે કુતૂહલથી ખોલ્યું અંદર એક પત્ર હતો એમાં ફક્ત એટલું જ લખ્યું હતું કે,  “આખરે ૩૦ વર્ષ પછી અહીંયા આવી ગયો ને તું પણ ?? મને ખબર હતી કે તું આ કવર લેવા નહીં આવ બેટા!! એટલે જ મેં તને આ પત્ર પાઠવ્યો છે.

                   બેટા અભિનંદન તારૂ સ્વાગત કરવા હું અહીંયા હયાત નથી પણ તને આ પત્રથી અભિનંદન પાઠવું છું. આટલા સમયમાં કેવા અનુભવ થયા અહીંયા?? મજા આવીને?? આટલા ઓછા સમયમાં જો તને ખૂબ મજા આવી હોય અને તું આ પત્ર સાંભળતા જ રડવા લાગ્યો હોઈ તો,  વિચાર કર!!  તારા બાપ એ આ જગ્યામાં પોતાના ઘડપણના ૧૦ વર્ષ કાઢ્યા છે અહીંયાનું બધું અહીંયા જ છે ભગવાન સદાય તને અહીંયા ખૂબ સુખી રાખે એવી મારી પ્રાર્થના”આ સાંભળતાજ પેલા વડીલની આંખમાંથી આંસુઓની નદી વહેવા લાગી અફસોસ સાથે તેમનાથી બે હાથ જોડાઈ ગયા અને એમના મોઢામાંથી શબ્દો સરી પડ્યા ” મને માફ કરજો પિતાજી મારી ભૂલ થઈ ગઇ પણ હવે આ માફી શુ કામની?? માતા પિતા હયાત હતા ત્યારે કાંઈ ન વિચાર્યું અને હવે હાથ જોડીને માફી માંગવાથી શુ ફાયદો??

                           મિત્રો હયાત મા- બાપને નીરખી લેજો એમની સાથે જીવન જીવી લેજો એટલે જ ગીતાજીમાં લખ્યું છે કે, જેવા કર્મો કરશો એવું જ ભોગવશો મિત્રો હજી પણ સમય છે મા બાપને કદી દુઃખી ન કરતા વૃદ્ધાશ્રમમાં ન મોકલતા કે,  મા- બાપના કદી ભાગલા પાડી ન રાખતા કે,  મોટા પાસે મા અને નાના પાસે પિતાજી આવું કરવા વાળા ભાગવાનનો ડર રાખજો!! શુ ખબર કાલ તમારે પણ આ પરિસ્થિતિ માંથી પસાર થવું પડે??

વાર્તા સમાપ્ત….

લખનાર-તુષાર.એન.કુબાવત (પોરબંદર)

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat