Billboard ad 1150*250

સાહિત્ય વિભાગ : ડોક્ટરની આત્મકથા ભાગ-૫

0 50
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

 લેખક : તુષાર કુબાવત (પોરબંદર)

વાર્તા આગળથી ક્રમશ:….

આગળની વાર્તા ડોક્ટરની આત્મકથા ભાગ-૪ માં આપને જોયુ કે, હું એક ડોક્ટર છુ અને મારું હિમાચલ પ્રદેશમાં ડોક્ટરમાંથી સાધુમાં રૂપાંતરણ થઈ રહ્યું હોઈ જ છે કે, મારી બસના અકસ્માતે મારું મૃત્યુ થયું હોઈ અને હૂબ ઉપરના માળ પર એટલે કે, ઈશ્વરના દરબારમાં જતો રહ્યો હોઉં છુ અને ત્યાં પેલા સાહેબ કે, જેઓ ગુજરી ગયા હોય છે. અને તેમના ધર્મપત્ની કે જેમને આત્મહત્યા કરી હોઈ છે તેઓ મને મળ્યા અને અને જે છોકરી મારા જ દવાખાનામાં મારી સામે જગુજરી ગઈ હોઈ છે કે, જે પેલા સાહેબ અને આન્ટીની દીકરી હોય છે અને જેમની સાથે મને કઈક અલગ ફીલિંગ્સ રહેલીહોય છે..તેને મારી નજર અહી ઉપરના માળ પર પણ શોધતી હોય છે..સાહેબ અને આંટી સાથે હું વાત કરૂ છુ અને પેલી

 તેમની દીકરી વિષે પુછુ છું કે, તેઓ ક્યા છે!!..

હવે વાર્તા આગળ….

             એ બોલ્યા એ ભી અહિયાં જ છે પણ એ થોડો ટાઈમ નરકમાં ગઈ છે એમને ત્યાં પ્રવચન કરવા મોકલી છે. મેં કહ્યું શું વાત કરો અહિયાં ભી આવું છે. તો એ બોલ્યા હા!! અહિયાં ભી નરકમાં રહેલા માણસોને આત્મજ્ઞાન અને ઈશ્વરનું નામ લેવા ભક્તિ કરવા સમજાવવા પ્રવચનો કરવામાં આવે છે. જેથી આગળના પછીના જન્મમાં એ લોકો ફરી સત્કર્મો કરી શકે. અને આત્મજ્ઞાન મેળવી સ્વર્ગલોકમાં અથવા મોક્ષમાં સ્થાન મેળવી શકે..

મેં કહ્યું હું તો અહિયાં મહેમાન છું….એ કહે કેમ?? મેં આખી વાત કરી. અને એ હસવા લાગ્યા. એમને મેં પૂછ્યું તમારી દીકરી ક્યારે આવશે અહિયાં? થોડા દિવસમાં મારા મનમાં એક નવી આશા જાગી અને કહ્યું સારૂ ચાલો મળીશું. આમ ને આમ દિવસો જતા ગયા મને ડર લાગવા લાગ્યો હતો કે ક્યાંક એમની સાથે મુલાકાત નહિ થાય તો?? મારે એમને મળવું છે. અહિયાં મારા કેસની તારીખો યમલોક ધ્રુજાવતી હતી યમરાજા અને ચિત્રગુપ્તને બ્રહ્માજી અને વિષ્ણુજી અને મહાદેવના ઠપકાઓ સાંભળવા મળતા હતા.

Post ad 2

આ બાજુ કેસ જલ્દી પતાવવાની વાત થતી હતી અને મારે હજી રોકાવવું હતું કારણ એ છોકરી સાથે બસ એક મુલાકાત.!! એક વખત હું રાબેતા દિવસ મંદિર ગયો. અને અને ત્યાં આરતી કરી રહ્યો હતો આરતી પૂરી થઇ. અને પાછળ ફર્યો કે,  પેલી આંખો બંધ કરી મહાદેવ પાસે પ્રાર્થના કરતી હતી. મેં એમની આંખો જોઈ જે બંધ હતી હું તો એકીટશે જોઈ જ રહ્યો અને થોડીવારમાં એમની આંખો ખુલી અને એમની આંખો સીધી જ મારી આંખો સામે ટકરાઈ અને એ અવાચક રહી ગઈ. મને જોઈ એ બોલી ઉઠી….

            તમે અહિયાં!! મેં કહ્યું હા!! અહિયાં ચુ તમારી પાછળ જ આવ્યો અહિયાં. એ હસવા લાગી હું ભી!! મેં યમદુતો પાસે આમની સાથે થોડીવાર બેસવાની પરમીશન માંગી અને એમણે હા પણ કહી અમે મંદિર પાસે આવેલા એક બાગમાં ગયા મેં આખી હકીકત બતાવવા કહ્યું એમણે આખી વાત કહી કે, ડોક્ટરની આત્મકથા ભાગ- ૪ વાંચવા વિનાનાતી જેથી આ ફકરો સમજાય જશે..(મારા મોમ એ આત્મહત્યા કરી હતી કારણ કે, એમને મારા પપ્પા ગયા એમનું દુખ બ્સાહન થતું ન હતું. અને હું એમના માટે મદદ માંગવા બહાર નીકળતી જ હતી કે મને અમારા જ ફળિયાના બગીચામાં સાપ એ ડંખ માર્યો છત્તા મારા મોમનો જીવ કોઈ રીતે બચી જાય એ માટે મેં સાપ એ ડંખ માર્યો હોવા છતાં દોડી અને એમાં મને ઝેર ચડ્યું અને હું પડી ગઈ મને કોઈ ભાઈ પૂછતા હતા!! મારા મોઢામાંથી તમારૂ નામ લેવાયું અને એ મને તમારા દવાખાને લઇ આવ્યા. અને આમ આખો બનાવ બન્યો.)

મેં કહ્યું ઓહ….હું તો બહુ દુઃખી થયો કે, હું તમને બચાવી નાં શક્યો મને કહ્યું મને ખબર છે હું બધું જોતી હતી કઈ રીતે તમે દુખી થઇ બધું છોડી અને હિમાચલ ગયા અને ત્યારબાદ હિમાલયમાં જતા હતા અને આવો બનાવ બાયો હતો પણ મને એ ખબર નાં હતી કે તમે જીવો કે મૃત્યુ પામ્યા?? કારણકે ઈશ્વરે અમને આટલે સુધી હદ આપી છે. મેં કહ્યું તો સાંભળો હું અહિયાં મહેમાન છું. મારે પણ આવો બનાવ બન્યો છે. અને મેં એમને આખી વાત કરી એ આ વાત સાંભળી થોડી દુખી થઇ હોય એમ લાગ્યા ત્યાં જ યમના દૂતો આવ્યા અને કહ્યું ચાલો મળવાનો સમય પુરો થયો મેં કહ્યું કાલે મંદિર મળીશું એ બોલી પણ આપને વાત નહિ કરવા દે આ લોકો મેં કહ્યું તો!! એ બોલી દર થોડા દિવસે અહિયાં મારા પ્રવચનો થાય છે તમે આવજો એમાં મને એમાં થોડો સમય બધાને  મળવાની છૂટ મળે છે મેં કહ્યું ક્યાંક આટલા દિવસોમાં તો મારે જવાનું થશે તો!! એ બોલી તો!! એમની આંખોમાં આંસુઓ આવ્યા અને અમે અલગ પડ્યા….

મને યમરાજાએ ફરી બોલાવ્યો અને કહ્યું ભાઈ!! તમારે કાલે જવાનું છે. અને તમારા માટે એક નવું ખોરડું અમે બનાવ્યું છે. મેં કહ્યું એમાં હું નહિ જઈ શકું એ બોલ્યા તમારે જાવું તો પડશે જ. મેં કહ્યું એક ૦૩ શરત છે મારી એ બોલ્યા બોલો….

શરત નંબર :-૦૧ મેં કહ્યું મને કાલનો આખો દિવસ પેલી છોકરી સાથે સાથે વાતો કરવા પરમીશન આપો મેં કહ્યું અને યમરાજા બોલ્યા આ નિયમ વિરુદ્ધ છે મેં કહ્યું મને આમ ઉપર લઇ આવ્યા એ નિયમમાં આવે છે?? એમની પાસે કોઈ જવાબ ન હતો એમને કહ્યું હું કહું તમને તમે રાહ જોવો યમલોકમાં મીટીંગ થઇ અને બ્રહ્માજી વિષ્ણુજી અને મહાદેવએ લાંબી ચર્ચા બાદ આખરે યમરાજાએ એમને મનાવી લીધા અને મને સાંજે બોલાવી કહ્યું સારૂ ચાલો ઠીક છે તમારી પ્રથમ શરત મંજુર છે..

મેં કહ્યું એમ નહિ મારી બીજી શરત છે. કહે બોલો!!

શરત નંબર :- ૦૩ મેં કહ્યું મારે એ છોકરી સાથે અહિયાં સ્વર્ગમાં લગ્ન કરવા છે એ હસવા લાગ્યા કહ્યું તને શું મળશે આનાથી મેં કહ્યું એ તમે નહિ સમજી શકો એ બોલ્યા ઠીક છે તથાસ્તુ. હું બીજા દિવસે એમને મળ્યો અને એમની સાથે વાતો કરવા લાગ્યો અમે વાત કરતા જ હતા ત્યાં એ બોલી તમે કાલે જાઓ છો!! તો હવે આપને ક્યારે મળીશું!! મેં કહ્યું આવતા જનમમાં અને એ બોલી કેમ?? મેં કહ્યું આ જનમમાં મળવું છે?? તો બોલી હા!! મેં કહ્યું તો ઠીક છે મેં મારા પ્રેમનો એકરાર કર્યો એ પણ રડવા લાગી અને મેં એમને કહ્યું આપને લગ્ન કરવા છે એ બોલી અહિયાં!! કેવી રીતે શક્ય છે મેં કહ્યું આ બધી પરમીશન મેં લઇ લીધેલી છે અને આ જનમમાં મેં તારી સાથે લગ્ન કર્યા અને વચન નિભાવીશ કે, આવતા જનમમાં પણ હું જ તારો હોઈશ અને તું જ મારી એ કહે એ કેમ શક્ય બને!! મેં કહ્યું એ હું તને પછી કહીશ અમે ધામે-ધૂમે સ્વર્ગમાં લગ્ન કર્યા અને બધા ભગવાનની હાજરીમાં અમે આશીર્વાદ મેળવ્યા અને એમના માતા પિતાએ પણ અમને આશીર્વાદ આપ્યા અને અમારૂ કન્યાદાન પણ કર્યું આખો દિવસ મસ્ત ગયો મેં મારી બધી જ જીંદગી જાણે જીવી લીધી હોય એમ મને લાગ્યું….

બીજા દિવસે મને યમરાજ એ બોલાવ્યો ચાલો!! તમને મુકવા આ યમદુતો આવવાના છે મેં કહ્યું મારી ત્રીજી શરત બાકી છે એ બોલ્યા ઓહ!!! હવે શું છે તારે?? એ કહે બોલો!! કંટાળ્યા તારાથીં તો,…અને હવે મારી ત્રીજી અને ગાંડી ગીરમાં વર્ષાઋતુમાં સમી સાંજે સુરજના ઉગતા કિરણો કુદરતી ઝરણાંમાંથી પાણી પીતા સિંહની ગર્જના જેવી ભયાનક શરત શું હશે!! અને આગળ સ્વર્ગ અને નર્કલોકમાં હું કેવી રીતે શું કરીશ અને આ યમલોક હું ધ્રુજાવીશ કે, હું શું કરીશ એ જાણવા તો, તમારે મારી આ વાર્તા ડોક્ટરની આત્મકથા ભાગ-૬ વાંચવો જ પડશે..

લખનાર- તુષાર નરેન્દ્રભાઈ કુબાવત (પોરબંદર)

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat