Billboard ad 1150*250

સાહિત્ય વિભાગ : ડોક્ટરની આત્મકથા ભાગ-૨

0 55
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

લેખક : તુષાર કુબાવત (પોરબંદર)

               હવે માંડી ને વાત કરૂ મારા મંદિરની સામે એક સરકારી દવાખાનું છે… એક વખત હું મંદિરમાં પૂજા કરી આરતી કરી બેઠો હતો ત્યાંજ એક છોકરી આવી અને હાફડા-ફાફડા સ્વરે મંદિરમાં પૂછવા લાગી પેલા પૂજારી ક્યાં છે!! હું જોતો હતો ત્યાં જ પેલા મંદિરમાં મારી સજોડે સેવા આપવા આવતા ભાઈઓએ કહ્યું…પેલા સામે બેઠા છે એ…..!!

               એ છોકરી જુવાન હતી. એ આવી મારી પાસે દોડતી અને બોલી હે ડોકટર સાહેબ મારા પિતાજીને બચાવો મેં કહ્યું શુ થયું?? બોલી મારા પિતાજીને પેલી સામેની સરકારી દવાખાનામાં લાવ્યા છે તેમને સાપ એ ડંખ માર્યો છે ત્યાં અત્યારે કોઈ ડોકટર હાજર નથી મને કોઈએ તમારૂં કહ્યું…મહેરબાની કરીને ચલો!! એમને બચાવો!! એક ક્ષણે મને થયું કેમ જાઉં!!?? એ તો સરકારી હોસ્પિટલ છે અને હું એમ સેવા ભી ત્યાં નહીં આપતો પણ,  છતાં માનવધર્મ અને હિમાલયથી વહેતી ગંગા નદી સમાન એમના પવિત્ર આંસુઓને જોઈને!! હું એ છોકરી સાથે ગયો….તમને એક વાત જણાવી દઉં..હું મહાદેવની આરતી કરતો અને મહાદેવની કૃપાથી મારી અંદર એક ખૂબી હતી કે, હું સાપનું ઝેર તરત જ…ઉતારી શકતો હતો..

               એટલે કે, દવાથી પણ અને દુઆથી પણ..હું ત્યાં ગયો મેં એમનાં પિતાજીને જોયા એ કોઈ સરકારી કચેરીમાં ખુબ જ સારા હોદા ઉપર હોઈ એવું જણાઈ આવતું હતું મેં મારૂ કામ કર્યું અને એમનું ઝેર ઉતારી એકદમ સરખા કરી દીધા. અને હું ત્યાંથી મારા ઘરે આવી ગયો આ વાતને ૧૫ દિવસ થયા હશે અને એક સાંજે મને મારો ચોકીદાર કહેવા આવ્યો સાહેબ!! તમને કોઈ મળવા આવ્યા છે. મેં કહ્યું મોકલો..એ અંદર આવ્યા હું એ ભાઈને ઓળખી ગયો એ પેલા એ જ ભાઈ હતા જેમનુ મેં સરકારી દવાખાનામાં ઝેર કાઢ્યું હતું.

Post ad 3

               એ આવ્યા મને મળ્યા….અમે ચા પીધી અને વાતો કરી મારો અંદાજ સાચો નીકળ્યો એ એક સરકારી કચેરીમાં વર્ગ-૦૧ નાં કર્મચારી તરીકે પોતાની ફરજ બજાવતા હતા. એ પણ આર. & બી. ની કચેરી હતી એ..વાતો પૂરી થઇ એ આભાર માની અને ચાલ્યા ગયા રાબેતા જીવનમાં હું જીવન જીવવા લાગ્યો સવાર સાંજ દવાખાનું અને મારા મહાદેવના મંદિરની આરતી.. મારા પિતાજી કહે તારે ખુબ સારી આવક થાય છે. આ દવાખાનું નાનું પડે છે. તો અમારી એક ગામની વચ્ચે સારી જગ્યા હતી ત્યાં દવાખાનું બનાવી લઈએ મેં કહ્યું સારૂ!! ચાલો કોઈ પ્લાન કરીએ અમે પ્લાન કરવા લાગ્યા….જગ્યા એક એન્જી. સાહેબ પાસે મપાવી અને આગળની કાર્યવાહી કરવા લાગ્યા અને જ્યારે કાગળીયા શરૂ કર્યા અને અમારે દવાખાનું તથા મકાન નવેસરથી એકી સાથે બનાવવાનું હતું એટલે અમે ૦૪ ફ્લોરનું આયોજન કર્યું. વાત આગળ વધી અમે એસ્ટીમેટ કઢાવ્યું પ્લાન બન્યો નકશો પણ બન્યો અને આ બધું પાસ થવા સરકારી ઓફિસમાં ગયું. અને ૧૫ દિવસનો સમય અમને આપ્યો કહ્યું આટલા સમયમાં આ કામ થઇ જશે ૨૦ દિવસ ગયા કોઈ કામ કે, આગળની કાર્યવાહી આગળ ન થઇ. એટલે મેં એન્જી. ને પૂછ્યું સાહેબ શું થયું??

                તો, કહે….તમારે ત્યાં આવવું પડશે. મેં કહ્યું ચાલો આપને જઈએ હું ત્યાં ગયો તેમના એન્જી. સાહેબને મળ્યો અને પૂછ્યું કે સાહેબ મારૂ આ કામ અટકીને પડેલું છે કહ્યું થઇ જશે થોડી રાહ જુઓ મેં કહ્યું ક્યારે આવું પાછો કહ્યું ૧૦ દિવસ પછી આવજો સાહેબ રજા ઉપર છે એ આવશે પછી તમારી ફાઈલમાં સહી થશે મેં કહ્યું ઠીક છે. અને અમે પાછા ઘરે આવ્યા આમ ૧૦ દિવસ થયા કે હું પાછો ગયો એમણે મને બેસાડ્યો કહે સાહેબ મીટીંગમાં છે મેં કહ્યું ઠીક છે….૦૧ કલાક બેસ્યા પછી મારો વારો આવ્યો જેમ જેલમાં કેદીઓ જમવાની લાઈનમાં ઉભા હોય એમ હું ઉભો હતો!! મારો વારો આવ્યો અંદર ગયો મને જોઈ પેલા સાહેબ બોલ્યા અરે તમે!! હું ઓળખી ગયો આ પેલા જ  સાહેબ હતા જેમનો મેં જીવ બચાવ્યો હતો.

               મેં મારી વ્યથા જણાવી એમને મને ચા પીવડાવી તરત ફાઈલ સહી કરી મને આપી કહ્યું ઉદઘાટનમાં તો બોલાવશો ને?? મેં કહ્યું અરે.. સાહેબ આવું થોડું ને યાદ કરાવવાનું હોય. મેં મારા દવાખાનાનું કામ શરૂ કર્યું અને લગભગ ૦૧ વર્ષમાં મારૂ દવાખાનું તથા નવું ઘર બની તૈયાર થઇ ગયું. અને ઉદઘાટનનો દિવસ નક્કી થયો અને અખાત્રીજના દિવસે મારા આ દવાખાનાનું ઉદઘાટન હતું મેં સગા વહાલા અને અન્ય માણસો જે લાગતા વળગતા હતા એમને આમંત્રણ મોકલાવ્યા અને એ દિવસ આવ્યો અમે કામમાં અને તૈયારીઓમાં બહુ વ્યસ્ત હતા ઉદઘાટનનો સમય નજીક આવી ગયો હતો હજુ મારે તો તૈયાર થવાનું પણ બાકી હતું મારા મોમ આવ્યા કહે, ભાઈ તું તૈયાર થઇ જા..

              હા મારા મોમ મને સાહેબ ના કહે એમના માટે તો હું દીકરો જ છું. એટલે હું ઝડપથી તૈયાર થઇ ગયો મારા પિતાજીના એક ગુરૂજી આવ્યા હતા ખાસ હિમાચલ પ્રદેશથી હાલ હિમાલયમાં રહેતા એ આશીર્વાદ આપવા આવ્યા હતા અને એમના હાથ એ તથા મારા મોમના હાથ એ કરાવવાનું હતું મહેમાનો આવવા લાગ્યા અમે બધાનું અભિવાદન કરતા હતા ત્યાં જ પેલા સાહેબ આવ્યા અને એમની સાથે એમની અર્ધાંગીની તથા પેલી દીકરી પણ હતી જેમને મેં રોતા જોઈ હતી એ લોકો આવ્યા મારી નજર એ છોકરી પર ગઈ હું ઓળખી ના શક્યો કારણ કે, એ વખતે એ કઈક અલગ જ લાગતી હતી મેં જોઈ એમણે એમણે મને જોયો અમે બન્ને એક બીજા સામે હસ્યા એ દિવસ હું બહુ કામમાં હતો. ચેક રાત્રે ૧૨.૦૦ વાગ્યે નવરો પડ્યો અને થાકીને સુઈ ગયો. આ હતી એ દિવસની વાત..ત્યારબાદ નવું દવાખાનું સ્ટાર્ટ થયું. સારૂ ચાલવા લાગ્યું અને અમે નવા ઘરમાં પણ રહેવા લાગ્યા અને બધું સરખું થયું. મારી ભક્તિ પણ એ વખતે મારા મોબાઈલની જેમ હર હમેશ મારી સાથે જ હતી. મારા દવાખાનાનાં પાછળના ભાગમાં એક એપાર્ટમેન્ટ બનવાનું હતું. એ બિલ્ડર પાછળના ભાગમાં જે જગ્યા છોડવાની હોય તે છોડ્યા વગર જ બાંધકામ કરવા લાગ્યો હતો. મને એની જાણ થતા મેં નગરપાલિકા તથા આર & બી. ની કચેરીમાં સંપર્ક કર્યો ત્યાં જ મને જાણ થઇ કે,  મારા ઓળખીતા પેલા સાહેબ રજા ઉપર હતા એમનો ચાર્જ કોઈ અન્ય સાહેબ પાસે હતો અને એ બીજા ગામ રહેતા. એટલે એમની જોડે બીજા ગામનો પણ ચાર્જ હતો

                 એ પખવાડીયામાં ૦૩ દિવસ જ અહી આવતા મેં પેલા રજા ઉપર રહેલા સાહેબનો મોબાઈલ દ્વારા સંપર્ક કર્યો. તો, મને જાણ થઇ કે, તેઓ બીમાર છે. હું તેમણે મળવા એ સાંજે તેમના ઘરે પહોચ્યો તેમને મારૂ અભિવાદન કર્યું મને ત્યાં જતા શરૂઆતમાં ખબર ના હતી કે, એમને શું થયું હતું. પરંતુ ત્યારબાદ મને ધીમે-ધીમે એમના અર્ધાંગીની તરફથી જાણ થઇ. તેમને કોઈ ગંભીર બીમારી હતી. ત્યાં જ તેમની દીકરી પેલી છોકરી આવી મારા માટે ચા લઈને….મેં એમના સામે જોયું એ સાવ મુર્જયેલા ફૂલ જેવી દેખાતી હતી ચિંતા શરીરને દીમકની માફક કોરી ખાતી હતી. સાવ પાતળી પડી ગઈ હતી. મને દયા આવી ગઈ મેં એમને કહ્યું મારો એક મિત્ર છે. અમદાવાદમાં જેમને પોતાની  હોસ્પિટલ છે. તમે જો કહો તો ત્યાં આપ બતાવવા જઈ શકો તેમ છો. એમણે કહ્યું હા, મેં કહ્યું સારૂ હું સમય લઇ એમનો તમને જણાવું મેં સમય લઇ એમને જવા કહ્યું એ લોકોનો એવો આગ્રહ હતો કે, હું પણ સાથે જાઉં મને દયા આવી કે આમને દીકરો નથી અને હું ના પાડીશ તો કેવું લાગશે. મેં સાથે જવા હા, પાડી અમે બતાવવા અમદાવાદ ગયા ત્યારે પેલા મારા મિત્રે એમને તપાસતા એમને કાઈ અજુકતું લાગ્યું અને એમને કહ્યું થોડા દિવસ અમદાવાદ રોકાવું પડશે..મેં પૂછ્યું થયું છે શું!! તો એને કહ્યું હું હજી બધા ટેસ્ટ કરી કહી શકું આમને શું બીમારી છે.  એ લોકો અસમંજસમાં હતા મેં એમને કહ્યું તમે ચિંતા ના કહો મારે અહિયાં મારા મિત્રનો એક ફ્લેટ છે. ત્યાં આયોજન કરી આપું. એમને કહ્યું ઠીક છે. મેં કહ્યું હું અહિયાં દવાખાને રહીશ. અને આમ ને આમ એક અઠવાડિયું ગયું

               અને બધા ટેસ્ટના આખરે રીપોર્ટસ આવ્યા..પ્રથમ એ રીપોર્ટ મને પેલા મારા ડોક્ટર મિત્રએ આપ્યા..મેં રીપોર્ટસ જોયા અને…..મારી આંખો મુરઝાયેલા ફૂલ જેવી થઇ ગઈ મને થયું આવું ભી હોય ખરા!! ખરેખર મને આઘાત લાગ્યો..કાપો તો લોહી ન નીકળે એવી મારી પરિસ્થિતિ હતી મને થયું હવે એમના પત્ની અને એમના દીકરીને કઈ રીતે હું આ જણાવીશ!! હવે ઈ સાહેબને શું હતું અને આગળ કેવી-કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે!! મિત્રો હવે એ હિમાચલ પ્રદેશના રસ્તાઓ જેવા રોચક તથ્યો આપને આ વાર્તાના આગળના ડોક્ટરની આત્મકથા ભાગ- ૩ માં ચોક્કસથી જોઈશું..

લખનાર- તુષાર નરેન્દ્રભાઈ કુબાવત (પોરબંદર)

Comments
Loading...
Share This
WhatsApp chat