સાહિત્ય વિભાગ : “૧૯૭૦ નો દાયકો”

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વાત છે વર્ષ ૨૦૧૭ ની હું મહાદેવને ખૂબ માનું છું.. આજે હું જે કાઈ પણ છું.. એ એમના થકી જ છું એટલે જ હંમેશા મારા મનમાં આવે કે ” શિવનો દાસ કદી ના ઉદાસ ” સમજણો થયો ત્યારથી મારા પપ્પા તથા કાકા પાસે હંમેશા એમના જુના સમયની વાતો સાંભળતો.. એ લોકો હંમેશા કહેતા…. અમારા જમાનામાં સમૃદ્ધિ કે, સુખ સગવડ ન હતા. છતાં પણ અમે લોકો ગરીબીમાં જે આનંદ કરતા તે તમે તો ન જ કરી શકો….

અને એમની વાતો પણ મને ખુબ સાચી લાગતી હું એ સમયને મારી ખુલ્લી આંખે જોતો પણ એ સમય તો કાંઈ પાછો આવવાનો નથી એટલે ચાલે એમની વાતોના ગાઢ જંગલમાં હંમેશા ખોવાઈ જતો

હવે વાત જાણે એમ બની છે  કે, હું શ્રાવણ મહિનાના સોમવારે મોડી રાત્રે મહાદેવના નામ લઈ રહ્યો હતો એવામાં સામેના રૂમની બારીમાંથી અલૌકિક પ્રકાશ ઓચિંતો આવ્યો હું ગભરાઈ ગયો.  એ પ્રકાશ પારસમણીની જેમજ ચળકતો હતો એનો ચળકાટ એવો હતો કે, ઉનાળામાં સૂરજદાદા સામે જોતા ધોમ-ધખતા તાપમાં આંખોનું અંજાઈ જવું હિંમત કરી હું એ સામેના રૂમમાં પ્રવેશ્યો જોયું તો,  કોઈ ન હતું.

પ્રકાશ ઓલવાઈ ગયો હતો મેં લાઈટ કરી પણ લાઈટ ન થઇ, પંખો કર્યો તે થયો મતલબ લાઈટ કનેક્શન વાળા તો હજી મહેરબાન હતા જ ત્યાં અચાનક એક પહાડી તથા ગાઢ હૈયું ધ્રુજાવી નાખે તેવો અવાજ આવ્યો અવાજ સાંભળતાજ મારા તો રૂંવાડા ઉપાદિમા આવી ઉભા થઈ ગયા

મારૂ નામ લીધુ અને કહયુ કેમ ડરી ગયો ને!!  શુ જવાબ આપું હું!! મને કાઈ ન સમજાતા મેં હા પાડી માથું ધુણાવ્યું ભૂકંપમાં ધ્રૂજતી ધરતીની જેમ ધ્રુજતા અવાજે મેં પૂછ્યું આપ કોણ?? સામેથી અવાજ આવ્યો ન ઓળખ્યો મને?? તે મારૂ નામ દિવસ રાત લઈને મને હેરાન પરેશાન કરી મુક્યો છે અહીંયા આટલી મોડી રાત્રે આવવા મજબુર કર્યો છે..

હે મારા ભક્ત હું મહાદેવ છું!! પ્રથમ તો મને કાંઈ સમજાણુ નહીં પણ પછી મને ધીમે- ધીમે વાર્તાલાપ સાથે વિશ્વાસ આવ્યો અપરંપાર ખુશી સાથે મેં તેમને દંડવત વંદન કર્યા અને મારા પર એ પ્રસન્ન થઈ બોલ્યા માંગ શુ જોઈએ છે!! તારે?? પણ હા સાંભળ એક જ વખત માંગવાનું છે અને એ પણ એક લીટીમાં સ્પષ્ટ કહેવાનું છે તને સમય નથી આપતો હવે બોલી નાખ નહીંતર હું અલિપ્ત થઈ જાઈશ..

મને કાંઈ ના સમજાતા મેં કહ્યું મારે ૧૯૭૦ ની સાલમાં જવું છે ભૂતકાળમાં!! સામેથી અવાજ આવ્યો ઠીક છે પણ તને ત્યાં ફક્ત ૭ દિવસ માટે જ મોકલું છું જા તથાસ્તુઃ….

 અને ઓચિંતો એ પ્રકાશ ફરી ઝળહડયો અને એ કાંઈ બીજું કહ્યા વગર ચાલ્યા ગયા!!! અને હું ઓચીંતો મારા જ ગામ પોરબંદરમાં સુદામાચોકમાં સવારે ૭ વાગ્યે મારા હાલના જ ૨૦૧૭ વાળા રૂપમાં ઉભો હતો એ જ કપડા એ જ ઘડિયાળ ટીશર્ટ અને ટ્રેકપેન્ટ પણ મને ભરોસો ના આવતા ત્યાં સામે રહેલી ચા ની લારી વાળાને ત્યાં કેલેન્ડર જોયું અને પૂછ્યું તારીખ કઈ છે?? કહ્યું ૨ તારીખ છે મહિનો તરીખ્યામાં જોયો તો તારીખ હતી ૨/૧૨/૧૯૭૪ વાર હતો સોમવાર (આ તારીખ જોઈ લેજો)

આગળ ગયો ખિસ્સામાં જોયું પાકીટ તો હતું નાણાં તપાસતા બધી નોટ/નાણું તે સમયનું જ હતું એટલે મનમાં હાશકારો અનુભવ્યો અને મહાદેવનો મનોમન આભાર માન્યો ચાલતો થયો ટ્રેકપેન્ટ અને ટીશર્ટમાં ટૂંકા વાળ તથા દાઢી સાથે બધા મારી સામે ઘુરી- ઘુરીને જાણે હું કાઈ બીજા ગ્રહમાંથી આવ્યો તેમ બધા હિપીના જમાનામાં મારી સામે જોતા હતા

 મારા પપ્પા, કાકા તથા બા ને મળવા હું વરસાદની રાહ જોતા ખેડૂતની જેમ આતુર હતો મારા જુના વિસ્તાર વાણિયાવાડમાં ગયો રસ્તામા બધે નજર કરતો ગયો બધા માણસોના વાળ હિપી હતા અમિતાભ બચ્ચન જેવા બેલબોટમ પેન્ટ અને હાલ્ફ સ્લીવના ટૂંકા શર્ટ હતા રેડિયો વાગતા હતા રાણીબાગનો ટાવર ડંકા મારી રહેલ હતો પ્લાઝા સિનેમામાં અમિતાભની મજબુર ફિલ્મ ચાલતી હતી જૂની કોર્ટના કમ્પાઉન્ડની સાફસફાઈ શરૂ હતી હું તો બહુ ખુશ હતો આ યુગમાં આવીને મારા પપ્પા તથા બા તથા કાકાને મળવા અત્યંત આતુર હતો

 મારા જુના ઘરે પહોંચ્યો સવારે ૯ વાગ્યા હતા દરવાજામાં અંદર પ્રવેશતા જ સામે મારા બા ને સામેના પલંગ પર બેઠેલા જોયા એમને મને જોયો પુછ્યું કોણ તમે?? પણ હું શું કહું તેમને?? મેં કહયુ રાજેશભાઇ (નામ બદલાવેલ છે) છે?? કહ્યું બેસો આવે હમણાં ત્યાં સામેથી મારા પપ્પા આવ્યા મને તો વિશ્વાસ જ ના હતો થતો..

તેમને કહ્યું કોણ તમે મારા પપ્પાની ઉમર ત્યારે ૧૮ વર્ષની હતી હસવું આવ્યુને?? મને પણ આવ્યું કારણકે, તે સમયે તો મારા પપ્પા મારાથી નાના જ હોઈ મારી ઉંમર હાલ ૩૦ વર્ષની છે મેં કહ્યું મારે તમારૂ થોડું કામ છે બહાર આવશો?? મારા પપ્પાએ કહ્યું તમે ચલો હું આવું….

હું બહાર ગયો અને ત્યાંથી કારણકે,રવાના થઈ ગયો મારે એમને કેમ સમજાવવું કે,  હું તમારો જ ભવિષ્યનો પુત્ર છું અને મારી આવી વાતો માને પણ કોણ?? આખો દિવસ ફર્યો જૂનું પોરબંદર જોયું ન જોયું હતું એવું બધું જોયું ઘણા પાનની દુકાનવાળા મને કહેતા મારી દુકાનને ૫૦ વર્ષ થયાં એટલે એવી દુકાનો મને યાદ હતી ત્યાં ગયો જોયું ત્યાં બેઠેલા ભાઈ કે, જે હાલ વૃદ્ધ હતા તે યુવાન હતા ટ્રીન- ટ્રીન ટંકોરી મારતી સાઈકલોનો જમાનો હતો મારો હરખ સમાતો ન હતો સાંજે ફરી મારા બા ના ઘરે ગયો અને ત્યાં મારા કાકા મળ્યાં મેં કહ્યું રાજેશભાઇ (નામ બદલાવેલ છે) છે??

 એમને કહ્યું હા, ત્યાં જ મારા પપ્પા આવ્યા કહ્યું તમે કેમ સવારે ચાલ્યા ગયા હતા મેં કહ્યું મારે થોડું કામ હતું મેં કહ્યું હું તમારી જ જ્ઞાતિનો છું અહીંયા જામનગરથી (મારા દાદાના ભાઇની ઓળખાણ કાઢી) આવ્યો છું અને હવે મારે અહીંયા થોડા દિવસ રોકાવું છે અને મારો પરિચય આપ્યો મારા બા એ મને રોકાવા હા પાડી અમે સાથે જમ્યા….

 વિચારો!! મારા બા ના હાથની રસોઈ હું જમતો હતો આવું અહોભાગ્ય!! મારૂ ક્યાંથી?? ફરી મહાદેવનો આભાર માન્યો ત્યાં જ મારા કાકા બોલ્યા આજ મારા ભાઈને સરકારી નોકરી મળી ગઈ છે મેં તેમને અભિનંદન  પાઠવ્યા રાત્રે વાતો કરી મારા પપ્પાએ એમના મિત્રો સાથે મારી ઓળખાણ કરાવી હું મારા બધા પરિવારને આ ૭ દિવસમાં મળ્યો એમને જોયા આમ આ ૭ દિવસ ક્યારે જતા રહયા એ ખબર જ ન પડી….

અમે રવિવારે ચોપાટીએ ફરવા ગયા ત્યાં બધાને હિપીવાળ તથા હોલબુટ સાથે મેં જોયા મનમોહન દેસાઈ અને એ  પ્રકાશ મહેરાનો જમાનો હતો આહલાદક અનુભવ હતો!! થિએટરમાં અમિતાભની અને વિનોદ ખન્નાની ફિલ્મોમાં જે સીટીઓ વાગી છે બોસ!! હર એક ડાયલોગ તથા ગીત ઉપર પૈસા ઉડતા હતા એ જોઈને મારા પપ્પાની બધી વાતો મને યાદ આવવા લાગી….

 મારા પપ્પા તથા બા અને કાકા સાથે વિતાવેલો મારો આ ૭ દિવસનો સમય મારા જીવનનો સોનાનો સમય હતો અને રવિવારે હું રાત્રે સૂતો હતો મારા બા ના ઘરે અને સવારે ઉઠ્યો તો ફરી મારૂ ૨૦૧૭ નું ઘર હતું આમ હું ૭૦ ના દશકમાં મહાદેવની કૃપાથી ૭ દિવસ આંટો મારી આવ્યો ખરેખર આ ૭ દિવસ એ મારી એક જ રાત હતી કારણ કે આ સપનું હતું અને એ સપનું પૂરૂ થતા જ હું મારી ઘરે જ ઉઠ્યો હતો….


લખનાર-તુષાર નરેન્દ્રભાઈ કુબાવત (પોરબંદર)

Comments
Loading...
WhatsApp chat