સાહિત્ય વિભાગ : અસમંજસ ભાગ – ૬

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

લેખક : તુષાર કુબાવત (પોરબંદર)

મિત્રો!! આગળ આપણે જોયું આખી અસમંજસના કુલ-૫ ભાગમાં હિમાલયમાંથી શિવજીની જટામાંઆવતી પવિત્ર ગંગાના વહેતા વહેણની જેમ અનેક-અનેક ચઢાવ-ઉતાર આવ્યા વાર્તામાં ૩ પાત્રો મુખ્ય છે અને એક અતિ અગત્યનું અનુક્રમે વિકી જેમના પિતાજી ૩ વર્ષ પહેલાં દેવલોક પામ્યા હતા..બીજા સુરેશ જેમના પિતાજી પણ ૨ વર્ષ પહેલાં
મૃત્યુ પામ્યા હતા અને એના પછી વિકિના પરમ મિત્ર ભાવેશ..વિકી અને ભાવેશ બંને ભારતમાં પોતાનું રહેણાંક ધરાવતા હતા..અને સુરેશ વિદેશમાં..વિકી અને સુરેશ બંને કાકા-બાપાના પોરિયા!! અને બંનેના પિતાશ્રી જુડવા હતા..અને બંનેના પિતાજી દેવલોક પામ્યા હતા..પણ છતાં આ ત્રણેયને એ પિતાજી અથવા એમના જેવા કોઈ વ્યક્તિ ખબર નહીં!!! કોણ!! પણ
એ વરસાદની ઋતુમાં જેમ સૂરજદાદા વાદળોની વચ્ચેથી ડોકિયું કરતા હોય તેમ પેલા ભાઈ ઘડી-ઘડી આ બધાના જીવનમાં ડગલે ને પગલે ડોકિયું કરતા હતા..અને હા પેલા ઉપર સદર દર્શાવેલા અનુક્રમ નંબરમાં આ ભાઈ મુખ્ય ચોથા ક્રમે હજરા-હજુર છે…
તો હવે અસમંજસ ભાગ-૫ મુજબ ભૂતકાળમાં ડોકિયું કરતા જણાઈ આવે છે કે, વિકિની એકની એક
બહેનના લગ્ન વિકીએ પોતાના મૂળ ગામડે કે, જ્યાં તેમના ઘરડા બા રહેતા તેમની ઈચ્છા મુજબ ગોઠવેલા હતા..બા ના
કહેવાથી બા ની ડાયરીમાંથી એક વિદેશના નંબર પર બા એ વિકીને ફોન કરી અને એક ભાઈને ફોન કરવા જણાવ્યું હતું..અને
એ ભાઈ વિદેશથી મોડી રાત્રે અહીં ગામડે આવવા પહોંચવાના જ હતા કે, એમની કાર ગામડેથી ૩૦ કી. મી. દૂર કોઈ કારણ
સબબ બંધ પડી ગયેલ હતી અને વિકી એમને લેવા સામે ગયો હતો..ત્યાં એક સિંહોના ટોળાના હુમલામાં પેલા ભાઈ ગંભીર
રીતે ઘવાયેલા હતા..અને ખાસ એમનો ચહેરો..અને ત્યાર બાદ એમને અમદાવાદ ખાતે દવાખાને પ્લાસ્ટિક સર્જરી કરવા
લઈ જવાયા હતા..અને ત્યાં એમના ડોક્યુમેન્ટ લઈ સુરેશ અને વિકી એકા-એક સદમામાં આવી ગયા હતા..
હવે વાર્તા આગળ ધપાવીએ તો!!!!
વિકી અને ભાવેશ બંને પેલા ભાઈના ડોક્યુમેન્ટ જોઈ અવાચક રહી ગયા..બંનેની આંખો અને શ્વાસ
કોઈ નવા પ્રેમ થયેલા પ્રેમીની જેવા થઈ ગયા હતા..બંનેએ કાંઈ જ વિચાર્યા વગર પેલા ભાઈને પૂછ્યું તમે કોણ!! પેલા ભાઈ
હજુ ઓપરેશન થયું હોવાથી બોલી શકે એમ જ ન હતા..એટલે ભાઈને હજુ સાજા થતા ૫ દિવસનો સમય લાગે તેમ
હતું..પણ આ ૫ દિવસ વિકી અને ભાવેસજથી કેમ પસાર થાય!! કારણકે, અનુક્રમે ચોથા નંબરના અતિ અગત્યના પેલા
ભાઇ તે જ હતા જેમનો ભેટો વારંવાર આ બધાને કોઈ ને કોઈ જગ્યાએ થતો હતો..અને જેમને તે લોકો પોતાના પિતાજી
માનતા હતા..સુરેશને ફોન કરી ગામડે જાણ કરી..સુરેશ ભી ત્યાં અવાચક!!!! જેમ-તેમ કરી ૫ દિવસ પ્રશ્નોની હારમાળાઓ
સાથે આ બંને એ પસાર કર્યા..અને ત્યાં ગામડે પેલા સુરેશને પણ આમ જ હતું..પ્રશ્નોમાં ખાસ પ્રશ્ન તો એ હતો કે, બા આ
ભાઈને કેવી રીતે ઓળખે!!! અને કેવી રીતે બા આમને આમ લગ્નમાં આમંત્રણ આપે..!!
૫ દિવસનો નાનો પણ આ ત્રણેય માટે ખુબજ મોટો અને અસમંજસભર્યો આ સમય આખરે અમેરિકાના
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂકેલા ઘણી બધી વખત ચૂંટણી હાર્યા બાદ આખરે રાષ્ટ્રપતિ પદ જીતનાર મી.અબ્રાહમ લિંકનના
વ્હાઇટ હાઉસના બેડરૂમમાં લખેલા વાક્ય ” આ સમય પણ પસાર થઈ જશે ” પસાર થઈ ગયો..
આખરે પેલા ભાઈને લઈ ભાવેશ અને સુરેશ બા પાસે આ વ્યક્તિ કોણ છે એ જાણવાની ઉત્સુકતા (જેમ ચાતક એક પક્ષી
વરસાદની રાહ જોઈતું હોય તેમ) સાથે અમદાવાદથી ગામડે ઘરે પરત ફરવા રવાના થયા..ઘરે પહોંચ્યા પેલા ભાઈ હજુ કાંઈ
જ બોલી શકે એવી પરિસ્થિતીમાં ન હતા..
ઘરે આવ્યા બાદ એ જ રાત્રે બા ની તબિયત થોડી નરમ જણાતી હતી..બા સુતા હતા પણ બા ની આંખોમાં આંસુઓ
હતા..બા ને અસ્થમાની તકલીફ હતી..થોડો શ્વાસ જણાતો હતો..
બા પાસે આ ત્રણેય સુરેશ ભાવેશ અને વિકી બેઠા હતા..અને પૂછ્યું બા આ ભાઈ કોણ છે!! અને આમ
કેમ આ ભાઇ કેમ અમારા પિતાજી જેવા જ લાગે છે કે, અમારા પિતાજી જ છે..કોણ છે!! અમે ઘણા સમયથી આમને
વિદેશમાં અનાયાસે મળીએ છે..તમે કેમ આમને જોઈ રડો છો..શુ છે આ આખી હકીકત અમને મહેરબાની કરીને
જણાવો..બા એ ઇશારામાં કહ્યું, ઉભા રહો મને શ્વાસ છે બોલી શકાય એવી પરિસ્થિતી નથી મારી..મને મારો પમ્પઆપો..ઝડપથી.. વિકીએ બા ને પમ્પ આપ્યો..અને પમ્પ બા એ લેવાનો શરૂ કર્યો..પણ છતાં શ્વાસ કાબુમાં આવતો ન
હતો..બા ની હાલત ખરાબ જણાતા વિકીએ તરત સુરેશને કહ્યું ભાઈ કાર કાઢો ઝડપથી બા ને હોસ્પિટલએ લઈ જવા
પડશે..કાર લઈ ગામડેથી દૂર એક તાલુકા કક્ષાના ગામમાં બા ને હોસ્પિટલ લઈ જવાયા અને ત્યાં એડમિટ કર્યા..ડોકટર
સાહેબએ જણાવ્યું કે, બા ને આઈ.સી.યુ.મા દાખલ કરવા પડશે..નોબ્યુલાઈઝર મશીન શરૂ કર્યું..અને બા ની હાલત નાજુક
જણાતી હતી..૧ દિવસ આઈ.સી.યુ. મા રાખ્યા બાદ ડોકટર સાહેબની સૂચનાથી બા ને રાજકોટ દવાખાને લઈ જવા
જણાવવામાં આવ્યું..બા ને એમ્બ્યુલન્સમા રાજકોટ ખાતે લઈ જવા પેલા ત્રણેય રવાના થયા
હજુ રવાના થયા જ હશે કે, ગામડેથી વિકિના પત્નીનો ફોન આવ્યો કે, પેલા ભાઈ જેમનું ઓપરેશન
થયું હતું તેમને કાંઈ થઈ રહયું છે!! એ કાંઈ જ બોલતા નથી અમે તેમને હોસ્પિટલ લઈ જવા રવાના થઈ ગયા છે વિકીએ
ભાવેશ અને સુરેશને કારમાં જાણ કરી કહ્યું તમે બંને ફરી ત્યાં જવા રવાના થઈ જાઓ.
હું અહી બા ને સાંભળી લઈશ..એમ્બ્યુલન્સમા અંદર વિકી અને પાછળ કાર લઈને ભાવેશ અને
સુરેશ રસ્તામાં જ બા ની હાલત ખરાબ થવા લાગી બા આખરી શ્વાસો (ઉભો ઘઇડકો- દેશી ભાષામાં સરખો શ્વાસ ન
લેવાનું એક નામ) લઈ રહયા હોઈ તેમ વિકીને લાગ્યું ટ્રીટમેન્ટ શરૂ હતી..બા એ વિકીનો હાથ પકડી એક પોટલી કે, જે
એમની ખેશમાં લટકાવેલ હતી એ આપી અને આખરે બા દેવલોક પામ્યા..ત્યાં જ સુરેશનો ફોન આવ્યો..કે, અહીં પેલા
ભાઈને એટેક આવ્યો છે અને એ પણ દેવલોક પામ્યા છે..ત્યાં જ વિકીએ પણ બા ના દેવલોક થવાના સમાચાર સુરેશ અને
ભાવેશને આપ્યા..સુરેશ અને ભાવેશ અને વિકીને થયું બા અને પેલા ભાઈની સાથે એમને આટલા સમયથી થઈ રહેલ આ
પિતાજી વાળી અસમંજસ પણ દેવલોક પામી છે.. પેલા ભાઈ કોણ હતા એ રહસ્ય પણ અંત પામી ગયુ..સાચે ઈશ્વર!!!
ગજબ છે હો તું પણ!!
વિકી અને પેલા બંને ઘેરા શોકની લાગણીમાં ગરકાવ થઈ ગયા..ત્રણેય ભારે હૃદય સાથે બા ને લઈ
ઘરે ગામડે પરત ફર્યા લગ્નની ખુશીનો માહોલ શોકની લાગણીમાં ત્વરિત ૨ દિવસમાં ગરકાવ થઈ ગયો..એટલે જ કહે છે ને
કે, જીવનમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે..!!
બા ની અને પેલા ભાઈની બંનેના અંતિમ સંસ્કાર અને બીજી બધી હિન્દૂ સંસ્કૃતિ મુજબની વિધિઓ કરવામાં આવી..લગ્ન
સાઈડમાં રહી ગયા..આખું પરિવાર ભારે હૃદય સાથે ગામડેથી પોતાના મૂળ કર્મભૂમિ એટલે કે, મૂળ વતનમાં પરત ફર્યા..સુરેશ
હજુ વિકીને ત્યાં રોકાણો હતો..વિદેશ પરત જવાના વિઝા હજુ બાકી હતા..૧ મહિના જેટલો સમય ગયો..અને એક દિવસ
વિકી,ભાવેશ અને સુરેશ વિકિના ઘરે બેઠા હતા..
અને આ બાબતની ચર્ચા કરતા હતા..ત્યાં જ વિકીને પેલી બા એ આપેલી પોટલી યાદ આવી..એ
કાઢી એમને પેલા બંનેને કહ્યું બા એ કોઈ મતલબથી મને છેલ્લા સમયમાં આ પોટલી આપી હતી..વિકીએ પોટલી ખોલી
અંદરથી બા ની દવાઓ તથા ભગવાનના ફોટા અને ચોપડીઓ તથા ભગવાનને ફેરવવાની માળા નીકળી તથા જુના
જમાનાનું એક ગુજરાતી છાપું નીકળ્યું.. તાજું જન્મેલા બાળકની જેમ કુતૂહળતા પૂર્વક વિકી વિચારવા અને જોવા લાગ્યો કે,
બા એ આ વળી શુ આટલું જૂનું છાપું સાચવ્યું હશે..
અંદર વાંચતા એક સમાચાર હતા કે, ઈશ્વરની કમાલ!!! ૧ સ્ત્રીને એકી સાથે ૩ બાળકો
અવતર્યા..નામ વાંચ્યું તો બા નું..વિકી તો હચમચી ગયો સાથે સુરેશ અને ભાવેશ પણ..આખી અસમંજસ સમજમા આવવા
લાગી..સમજાઈ ગયું કે, આ પણ આપણા કાકા જ હતા..પણ તરત બીજો વિચાર આવ્યો કે, આટલા વર્ષો સુધી આપણે કેમ
કોઈએ જાણ ન કરી!! આપણે કેમ અજાણ્યા રખાયા..ત્યાં જ એ પોટલીમાં એક કવર હતું એમ લખ્યું હતું વિકી માટે..અને
સુરેશ માટે..
બા ના અક્ષરો હતા..આ કવર ઉપર ફરી કુતુહલતા પૂર્વક વિકીએ કવર ખોલ્યું..અને અંદર એક ચિઠ્ઠી
હતી બા ના અક્ષરોમાં..એમ વિકી અને સુરેશ બંને ને સંબોધીને આખી હકીકત લખી હતી.. અને લખ્યું હતું કે, વિકી તારા
અને સુરેશ તારા બંનેના પિતાજીને સારૂ બનતું હતું પણ..પેલા તારા ત્રીજા કાકા ચંદુભાઈને આ બંને ભાઈ સાથે ખૂબ જ મોટો
ઝઘડો થઈ ગયો હતોઅને આ ઝઘડો એમના ઊંધા ધંધાને કારણે થયો હતો એટલે આખતે તમારા બંનેના પિતાજીએ એમને
ધંધામાંથી કાઢી મુક્યા હતા અને પ્રણ લીધા હતા કે, આજીવન જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી એમનો કોઈ ચહેરો પણ નહીં
જોઈએ અને નહીં એમનો કોન્ટેકટ રાખીએ ચિઠ્ઠીમાં તારીખ વાંચી તો બા એ એમના મૃત્યુના ૨ દિવસ અગાઉજ લખેલો
હતો..
આગળ લખ્યું હતું કે, તારા બંનેના પિતાજીના પ્રણ એમના મૃત્યુ સાથે પુરા થઈ ગયા અને હવે એ
ચંદુકાકા સુધરી ગયા છે અમે મારો દીકરો છે હયાત છે વિદેશમાં સારો ધંધો કરે છે એ પણ સારા અને સાચા રસ્તે અને એકલા
રહે છે કારણ કે, અને લગ્ન ભી નથી કર્યા એટલે મેં તમારી ઓળખાણ માટે જ મેં એમને અહીં બોલાવ્યા છે..આખી હકીકત
બહાર આવી વિકી, ભાવેશ અને સુરેશ બધાના મનમાં રહેલી અસમંજસનો આખરે અંત આવ્યો..અને વિકી, સુરેશ અને
ભાવેશ એ પોત-પોતાના કુટુંબને આ વાતની હકીકતની જાણ કરી..તો આ હતી મારી વાર્તા ” આખરી અસમંજસ ભાગ-૬ “
મિત્રો વાર્તા ગમી હોઈ તો વધાવજો!! વાર્તા વાંચવા માટે અને શેર કરવા માટે આપ સર્વે મિત્રોનો ખૂબ-
ખૂબ આભાર..તો ચાલો આવતા અંકે આપણે ફરી કોઈ નવી વાર્તા સાથે મળીશું.
વાર્તા પુરી..

લખનાર-તુષાર નરેન્દ્રભાઈ કુબાવત (પોરબંદર)

Comments
Loading...
WhatsApp chat